

Supplements




ચોઘડિયાં વિશે જાણકારી?
હિંદુ શાસ્ત્રમાં શુભ સમયનું ઘણું
મહત્ત્વ છે. દરેક કાર્યો શુભ સમયમાં શરૂ કરવા કહેવામાં આવે છે.
સારો સમય કયો છે તે જાણવા માટે આપણે ત્યાં ચોઘડિયાં જોવામાં
આવે છે. દરેક ચોઘડિયું દોઢ કલાકનું હોય છે. સામાન્ય રીતે
દિવસમાં આઠ ચોઘડિયાં હોય છે, તેવી જ રીતે રાત્રિના આઠ ચોઘડિયાં
હોય છે. પહેલું ચોઘડિયું સૂર્યોદય શરૂ થતાં શરૂ થાય છે.
- શુભ, લાભ, અમૃત ચોઘડિયાં શુભ ગણાય છે.
- રોગ, કાળ, ઉદ્વેગ ચોઘડિયાં અશુભ ગણાય છે.
- ચલ ચોઘડિયું સામાન્ય ગણાય છે.