ઁઝ્રઁૈંઇના અધિકારીઓ અને એજન્સી સામે રોષખૂંટા મારનારાઓને રંગેહાથ પકડી પોલીસને હવાલે કરાયા - Sandesh
  • Home
  • Baroda
  • ઁઝ્રઁૈંઇના અધિકારીઓ અને એજન્સી સામે રોષખૂંટા મારનારાઓને રંગેહાથ પકડી પોલીસને હવાલે કરાયા

ઁઝ્રઁૈંઇના અધિકારીઓ અને એજન્સી સામે રોષખૂંટા મારનારાઓને રંગેહાથ પકડી પોલીસને હવાલે કરાયા

 | 3:53 am IST

અટાલી ગામે ખેડૂતોની જમીનમાં ગેરકાયદે પ્રવેશી ખૂંટા મરાયા

। ભરૃચ ।

વાગરા તાલુકાના અટાલી ગામે ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પીસીપીઆઈઆરના અધિકારીઓ દ્વારા નિયુકત કરેલી એજન્સીના લોકોએ જમીન માલિકોને અંધારામા રાખી ખૂંટા મારવામા આવતા ખેડૂતોએ રંગેહાથ પકડી પાડી દહેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

દહેજમાં આવતી પીસીપીઆઈઆરની નગર રચના યોજના સામે ખેડૂતો ખેડૂત હિતરક્ષક દળના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષથી કાયદાના પરિપ્રેક્ષમાં રહી લડત ચલાવી રહ્યા છે. ખેડૂત હિતરક્ષક દળના આક્ષેપ મુજબ યોજનામાં ખેડૂતોની ૩૫ ટકા જમીનો પીસીપીઆઈઆર ઓથોરીટી મફતમાં પડાવી લઈ તેને ડેવલોપ કરી ઉંચા ભાવે ઉદ્યોગપતિઓને વેચવાની છે. ખેડૂતોની બચેલી ૬૫ ટકા જમીનો પર ઓથોરીટીને ખેડૂતોએ વિકાસ ફાળો પ્રતિ ચોરસમીટરે આશરે ૭૦૦ થી ૧૦૦૦ રૃપિયા ભરવાનો છે. જેને જોતા ખેડૂતની જમીનો ઓથોરીટી પાસેથી ખેડૂતોએ વેચાતી લેવાની સાબિત થતી હોય આ કેવો વિકાસ ગણાવી શકાય.

પીસીપીઆઈઆરના નોટીફીકેશનના કારણે ખેડૂત પોતાની નવી શરતની જમીન જુની શરતમાં કરાવી શકતો નથી જો જુની શરતમાં ખેતીના હેતુ માટે પણ તબદીલ કરવી હોય તો પીસીપીઆઈઆરના કારણે મામલતદાર પ્રિમિયમ ભરવાની નોટિસ આપે છે. ગ્રામ પંચાયતની હદ પણ માત્ર ૩૦ મીટર કરી દેવાઈ છે. ગામના ખેડૂતોની માલિકીની જમીનમાં પીસીપીઆઈઆરના અધિકારી કે અન્ય એજન્સીએ ખેડૂતની સંમતિ વિના પ્રવેશ કરવો નહીં તેવા આદેશ છતાં અટાલી ગામે એજન્સીના માણસોએ ખેડૂતોને અંધારામા રાખી પ્રવેશ કરી ગેરકાયદેસર ખૂંટા મારવાની કામગીરી કરી હતી જેને જમીન માલિકો રમણભાઈ નરોત્તમભાઈ પ્રજાપતિ, સોયેબ મહમદઅલી પટેલ, ર્ધિમષ્ઠાબેન બળવંતસિંહ રાજ, ગુલામ ઉમરજી પટેલ, અટાલી મસ્જીદ ટ્રસ્ટના વહીવટી કર્તા યુનુસ વલી પટેલે રંગેહાથ પકડી પાડી હતી.

જિલ્લા પોલીસવડાને કલેકટર તેમજ પીસીપીઆઈઆરના અધિકારીઓને લેખિતમાં જાહેરાતની જાણ કરી હોવા છતાં પીસીપીઆઈઆર દ્વારા નક્કી કરેલી એજન્સીના લોકો ૪ ડીસેમ્બરે ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી ખૂંટા લગાડયા હતા જે સામે પાંચ જમીન માલિકોએ દહેજ પોલીસ મથકે મુખ્ય નગર નિયોજક, મદદનીશ નગર નિયોજક દહેજ તેમજ ગાંધીનગર સામે ગુનાહિત અપ પ્રવેશની ફરિયાદ દાખલ કરેલ છે.

ગ્રામસભામાં ખેડૂતની જમીનમાં પ્રવેશ કરવો નહીં તેવો ઠરાવ કરાયો હતો

ખેડૂત હિતરક્ષક દળના યાકુબ ગુરજીએ જણાવ્યુ હતુ કે, ઉચ્ચ ન્યાયાલયમાં પીટીશન કરાતા સ્ટે આપવામાં આવ્યો હતો. જો કે પીસીપીઆઈઆરના અધિકારીઓએ યોજનામાં પોતાની કામગીરી બંધ ના કરી ઉચ્ચ ન્યાયાલયનો પણ અનાદર કરી ખેડૂતોને વારંવાર નોટીસ આપી હેરાન કર્યા હતા. અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ ગ્રામસભા બોલાવી જાહેર ઠરાવો કરી જાહેર જગ્યા ઉપર જાહેરાત લગાડી હતી જે મુજબ ગામના ખેડૂતોની માલિકીની જમીનમાં પીસીપીઆઈઆરના અધિકારી કે અન્ય એજન્સીના માલિકોએ ખેડૂતની સમંતિ વિના પ્રવેશ કરવો નહી જો પ્રવેશ કરશે તો તે ગેરકાયદેસર ગુનાહિત પ્રવેશ બદલની પોલીસ ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં કરાશે જે મુજબ અટાલી ગ્રામજનોએ દહેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

;