અંકલેશ્વરથી ગુમ થયેલ બાળા અને  કિશોરને માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંકલેશ્વરથી ગુમ થયેલ બાળા અને  કિશોરને માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો

અંકલેશ્વરથી ગુમ થયેલ બાળા અને  કિશોરને માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો

 | 2:30 am IST
  • Share

। વડિયા ।

રાજપીપળા એસ.ટી બસ સ્ટેન્ડમાં એક બાળા તથા કિશોર બેસેલા હતા. આ અંગે તારીખ ૧૧ / ૧૦ / ના રોજ રાતે નવેક કલાકે કમાન્ડ એન્ડ કટ્રોલ દ્વારા વર્ધી મળી હતી. જેથી પોલીસે પહોંચી બન્નેની પુછપરછ કરતા તેઓ સંતોષ કારક જવાબ આપતા ન હતો. જેથી મહીલા પોલીસ કર્મચારી બોલાવી બન્ને કિશોરને રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે લાવી મહીલા કર્મચારીની દેખરેખ હેઠળ રાખી આજરોજ સવારમાં ઉંડાણ પૂર્વક પૂછપરછ કરાઇ હતી. જેથીબાળાએ પોતાનુ નામ સ્નેહાબેન રમેશભાઇ વસાવા ઉ.વ .૧૪ તથા કિશોર ખુશીકકુમાર વિશ્વનાથ પાટીલ ઉ.વ .૧૬ બન્ને રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ અંકલેશ્વર તા.અંકલેશ્વર ાાઓ ઘરે તથા સગા સબંધીને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર બસમાં બેસીને આવતા રહેલ છે. જેથી અંકલેશ્વર પો.સ્ટે નો સંપર્ક કરતા હકિકત જણાવતા બાળાના માતા – પિતા રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે આવતા બાળા તથા બાળ કીશોરને તેમની માતા – પિતાની હાજરીમાં સોપવામાં આવ્યા હતા. આમ રાજપીપળા પોલીસ મથકના એમ.બી.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સ્ટાફ્ સાથે મળી આ સફ્ળ કામગીરી કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો