અંકલેશ્વરનાં પાંજરાપોળ પાસે બે પર હુમલો ભિક્ષુકને મારમારી મોતને ઘાટ ઉતારનાર ૪ ઝડપાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંકલેશ્વરનાં પાંજરાપોળ પાસે બે પર હુમલો ભિક્ષુકને મારમારી મોતને ઘાટ ઉતારનાર ૪ ઝડપાયા

અંકલેશ્વરનાં પાંજરાપોળ પાસે બે પર હુમલો ભિક્ષુકને મારમારી મોતને ઘાટ ઉતારનાર ૪ ઝડપાયા

 | 2:30 am IST
  • Share

 

તોફની તત્વોએ લાકડી વડે હુમલો કર્યો

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર શહેરના  પંચાતી બજાર નજીક પાંજરાપોળ પાસે રાત્રી ના સમયે વરસાદ થી બચવા માટે મંદિરમાં આસરો લેવા જતા બે ભિક્ષુક પર કેટલાક હુમલાખોરોએ હુમલો કર્યો હતો, જેમાં એક ભિખારી નું મોત નીપજ્યું હતુ જ્યારે અન્ય એક ભિખારી ને ઇજા થઇ હતી.આ ઘટનામાં શહેર પોલીસે ચાર શખ્સો ને  ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .

પોલીસ સૂત્રીય માહિતી મુજબ  અંકલેશ્વર શહેર ના પંચાટી બજાર પાસે  આવેલ પાંજરાપોળ નજીક લીમડા ના ઝાડ નીચે રહેતા બે ભિક્ષુકોે  વરસાદ થી બચવા માટે મંદિર માં  આસરો લેવા માટે ગયા હતા, જોકે કેટલાક તોફની તત્વોએ તેમના પર  લાકડી  વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક ભિક્ષુકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતુ, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.ઘટના અંગે સ્થાનિક રહીશ ની ફ્રિયાદને આધારે શહેર પોલીસે તપાસ શરુ કરી હતી.અને ઘટનામાં શહેર પોલીસે  પંચાતી બજાર પાંજરા પોળ, સંતોષીમાતા ના મંદિરની પાછળ રહેતા , સુનિલ સન્મુખભાઇ વસાવા, હિરેન દિપકભાઇ વસાવા, અમિષ સુરેશભાઇ વસાવા અને સોહન સતિષભાઇ વસાવા  ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે .

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન