અંકલેશ્વરની કંપનીના બ્લાસ્ટમાં વધુ એક કામદારનું કરુણ મોત - Sandesh
  • Home
  • Newspaper
  • અંકલેશ્વરની કંપનીના બ્લાસ્ટમાં વધુ એક કામદારનું કરુણ મોત

અંકલેશ્વરની કંપનીના બ્લાસ્ટમાં વધુ એક કામદારનું કરુણ મોત

 | 2:45 am IST

રમેશ રાવત નામના કામદારનું સારવારમાં મૃત્યુ થયંુ

કુલ મૃત્યુઆંક ૪ પર પહોંચ્યો છતાં જીપીસીબી – પોલીસ તંત્ર નિષ્ક્રિય

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પ્રિતેન હેલ્થકેર કંપનીમાં તા. ૧૫મીની વહેલી સવારે થયેલા બ્લાસ્ટમાં ૩ કામદારોના મોત નિપજયા હતા. જયારે સારવાર દરમિયાન વધુ એક કામદારનું હાલ મોત નિપજયું છે.

અંકલેશ્વરની પ્રિતેન હેલ્થકેર કંપનીમાં તા. ૧૫મીની વહેલી પરોઢે લગભગ બે વાગ્યે જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ કામદારોના મોત નિપજયા હતા. જયારે બે કામદારોને ગંભીર ઇજા સાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી અંકલેશ્વર ઇએસઆઇ ચોકડી પાસે રહેતા રમેશ છબીલાલ રાવતનું હોસ્પિટલમાં સારવાર  દરમિયાન મોત નિપજયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે.જો કે આ સમગ્ર ઘટનામાં જીપીસીબી, ફેકટરી ઇન્સ્પેકટર અને પોલીસ તંત્રની કામગીરી અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. જીપીસીબી અને ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા કંપનીને ક્લોઝર આપીને સંતોષ માની લેવામાં આવ્યો છે. જયારે જીઆઇડીસી પોલીસે ઘટના અંગે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. આટલા મોટા બ્લાસ્ટ અને ચાર જીંદગીઓ હોમાઇ જવા છતાં કંપની સંચાલકો વિરૃદ્ધ કેમ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી એ પણ વિચાર માગી લે એવી બાબત છે. કંપની સંચાલકોની બેદરકારી હોય તો એની પણ તલસ્પર્શી તપાસ થવી જોઇએ તેમ નાગરિકો જણાવી રહ્યા છે.

ભરૃચ જિલ્લામાં એક વર્ષમાં ઔદ્યોગિક અકસ્માતમાં ૩૮નાં મોત

મળતી માહિતી મુજબ ભરૃચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં જાન્યુઆરી ૨૦૧૮ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં કુલ ૨૭ ઔદ્યોગિક અકસ્માતો સર્જાયા છે. જેમાં ૩૮ કામદારોનાં મોત નિપજયા છે. ઔદ્યોગિક અકસ્માતોની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા સમાહર્તાએ તાકીદની બેઠક પણ બોલાવી હતી અને ઉદ્યોગોમાં કામ કરતા કામદારોની સુરક્ષા અને સલામતી જળવાય એ માટે શક્ય એવા તમામ પગલાં લેવા માટે ફેકટરી ઇન્સ્પેકટર્સ તથા ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ ડીપાર્ટમેન્ટના અધિકારીઓને તાકીદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;