અંકલેશ્વરની કેનેરા બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંકલેશ્વરની કેનેરા બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ

અંકલેશ્વરની કેનેરા બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ

 | 2:54 am IST

સપ્તાહમાં બીજીવાર ચોરીનો પ્રયાસ

ા અંકલેશ્વર ા

અંકલેશ્વરની એસ એ મોટર્સ પાસેની કેનેરા બેંકના એટીએમ ને તસ્કરો એ તોડવાનો નિષ્ફ્ળ પ્રયાસની ઘટના સામે આવી છે. ગત ૯ મી સપ્ટેમ્બરની રાત્રીના પુનઃ એ.ટી.એમ તોડવાનો પ્રયાસ થયો હતો.જો કે એક તસ્કર બેન્ક ના સીસીટીવી કેમેરા માં કેદ થયો હતો ઘટના અંગે ૫ દિવસ બાદ શહેર પોલીસ મથકે ફ્રિયાદ નોંધાવી હતી. પોલીસે બેંક મેનેજર ની ફ્રિયાદ આધારે ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના એસ એ મોટર્સ નજીક આવેલ કેનેરા બેન્ક ના એટીએમ ને તસ્કરો એ નિશાન બનાવી એટીએમ મશીન તોડવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો હતો ઘટના ના સીસીટીવી ફ્ૂટેજ માં ગત ૯ મી સપ્ટેમ્બર ની રાત્રી ના અરસામાં એક શખ્સ બેંક ની બાજુ માં આવેલ એ.ટી.એમ તોડવાનો પ્રયાસ કર્યો હતો એ.ટી.એમ નો બહાર નો દરવાજો તોડી નાખ્યો હતો પરંતુ અંદર નો બીજો દરવાજો તોડી ન શકતા તસ્કર ફ્રાર થઇ ગયો હતો સમગ્ર ઘટના એ.ટી.એમના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. ઘટના અંગે ૩ દિવસ બાદ બેંક ખુલતા બેંક ના સફઈ કામદારે દ્ બેંક મેનેજર ભાનુ ભાસ્કર ને જાણકરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી અને એ.ટી.એમ માં રોકડ રકમ સહી સલામત હતી આ અંગે બેન્ક મેનેજર દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફ્રિયાદ આપતા પોલીસે ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ અંગે ની ફ્રિયાદ નોંધી સીસીટીવી માં નજરે પડતા ઈસમ ને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;