અંકલેશ્વરને ૫ mld અને પાનોલીને ૧ mld ડિસ્ચાર્જની મંજૂરી મળશે  - Sandesh
  • Home
  • Baroda
  • અંકલેશ્વરને ૫ mld અને પાનોલીને ૧ mld ડિસ્ચાર્જની મંજૂરી મળશે 

અંકલેશ્વરને ૫ mld અને પાનોલીને ૧ mld ડિસ્ચાર્જની મંજૂરી મળશે 

 | 3:52 am IST

અંકલેશ્વર- પાનોલી વસાહતને GIDC-GPCB તરફથી રાહત

૧૭૫ કંપનીઓને ડિસ્ચાર્જની મંજૂરી ઃ ૭ હજાર રોજગારી ઊભી થશે

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર- પાનોલી ઔદ્યોગિક વસાબહતને જીઆઇડીસી તેમજ જીપીસીબી તરફથી મોટી રાહત મળનાર છે. જેથી ઉદ્યોગ વર્તુળમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઇડીસી દ્વારા રાજ્યના સંતુલિત વિકાસ માટે કેટલાક પ્રેરક નિર્ણયો લેવાયા છે. જેને લઇને રાજ્યની તમામ ઔદ્યોગિક વસાહતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત લેવાયેલા નિર્ણયો બદલ રાજ્ય સરકાર ઉપરાંત જીપીસીબી અને જીઆઇડીસીના અભિવાદન સમારોહનું આયોજન ૧૨ ડિસેમ્બરે ગાંધીનગર ખાતે કરાયુ છે. જેમાં રાજ્ય ભરની વસાહતોના ઉદ્યોગપતિઓ ભાગ લેશે. અંકલેશ્વર- પાનોલી ઉદ્યોગ મંડળો પણ આ સમારોહમાં જોડાશે. અંકલેશ્વર- પાનોલીનાં ૨૫૦ ઉદ્યોગપતિઓ તા. ૧૨ ડિસેમ્બરે ગાંધીનગર જવા રવાના થનાર છે. ખાસ રાહતની વાત એ છે કે, આ સમારોહમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને ૫ એમએલડી જેટલી એફ્લુઅન્ડ ડિસ્ચાર્જની અને પોલીની ૧ એમએલડીની મંજુરી મળશે.આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યુ હતું કે, બેય વસાહતની ૧૭૫ જેટલી કંપનીઓ જે એફ્લુઅન્ટ ડિસ્ચાર્જની મંજુરીની રાહ જોતી હતી. તેને રાહત મળશે. આ સાથે જ ૭ હજાર જેટલી રોજગારી પણ નવી ઉભી થશે. પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી. એસ. પટેલે આ નિર્ણયને આવકાર્યો છે અને પાનોલીની ૩૨ કંપનીઓને હવે વેગ મળશે એ બદલ આનંદ વ્યક્ત કર્યો છે.

આ સમારોહમાં જીપીસીબી દ્વારા લેવાયેલા નિર્ણયોમાં એન્વાયર્નમેન્ટ કલીયરન્સ મેળવનાર કંપનીઓને એનઓસીની પ્રક્રિયામાંથી મુક્તિ, જુદી ડાયસ્ટફ પ્રોડક્ટને ગ્રુપ પ્રમાણે મંજુરીમાં સરળીકરણ જેવા લાભદાયી નિર્ણયોનો સમાવેશ થાય છે. જયારે કે જીઆઇડીસી દ્વારા નાનાં ઉદ્યોગો માટે વણવપરાશી દંડમાં ઘટાડો તેમજ વપરાશી સમય મર્યાદામાં વધારો, બાકી નાણાં માટે વન ટાઇમ સેટલમેન્ટ, રિડેવલપમેન્ટ જેવા નિર્ણયો લેવાયા છે.

આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ અને હાલ ગ્રીન એન્વાયર્નમેન્ટના ચેરમેન શંકર પટેલે જણાવ્યુ હુતં કે, આ અત્યંત આવકારદાયી પગલું છે. જીપીસીબી, જીઆઇડીસી, સરકાર દ્વારા લેવાયેલાં આ નિર્ણયોના પગલે ઔદ્યોગિક વિકાસ ઝડપી અને પ્રગતિશીલ બનશે. ઉદ્યોગ સાહસિકો તેમજ રોજગારી વાંચ્છુઓને પણ બહોળી તક પ્રાપ્ત થશે. તા. ૧૨મીના રોજ થનારી જાહેરાતો અંગે અંકલેશ્વર- પાનોલીનાં ઉદ્યોગપતિઓ પણ ખુશાલીની લહેરખી ફરી વળી છે.

વધુમાં શંકર પટેલે જણાવ્યુ હતું કે, જીઆઇડીસીનાં ચેરમેન ડી. થારા અને જીપીસીબીનાં ચેરમેન ગુપ્તાની દીર્ઘદૃષ્ટિને કારણે આ નિર્ણયો લેવાયા છે જે ખરેખર પ્રસશનીય બાબત છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનાં કન્સેપ્ટને સાચા અર્થમાં આ નિર્ણયો લાભદાયી નિવડશે.

અંકલેશ્વર- પાનોલી ઔદ્યોગિક વસાહતની ૧૭૫ કંપનીઓને કુલ ૬ એમએલડી ડિસ્ચાર્જની મંજુરી મળતાં એકસ્પાન્શનની સમસ્યા દૂર થશે અને જીઆઇડીસીનાં નિર્ણયોના પગલે નવા ઉદ્યોગો પણ આકર્ષાશે એમાં બે મત નથી.

;