અંકલેશ્વરમાં કારમાંથી ૧.૧૭ લાખની કિંમતનો દારૃ ઝડપાયો - Sandesh
  • Home
  • Baroda
  • અંકલેશ્વરમાં કારમાંથી ૧.૧૭ લાખની કિંમતનો દારૃ ઝડપાયો

અંકલેશ્વરમાં કારમાંથી ૧.૧૭ લાખની કિંમતનો દારૃ ઝડપાયો

 | 2:04 am IST

૧.૭૭ લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર શહેર પોલીસે વાઘીવાડા રોડ પરથી મારૃતીવાનમાં વિદેશી દારૃ કિંમત ૧,૧૭,૨૦૦ની તેમજ મારૃતીવાનની કિંમત ૬૦૦૦૦ મળી કુલ રૃપિયા ૧,૭૭,૨૦૦ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે, વાઘીરોડ પરથી અંદાડામાં એક શખ્સ વિદેશી દારૃની મારૃતીવાનમાં હેરાફેરી કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી મારૃતીવાન જીજે૧૬વાય ૯૩૨૧ને થોભાવી હતી. તેની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૃની નાની મોટી બોટલ, બિયરની ટીન મળી આવ્યા હતા. મારૃતીવાનમાંથી વિદેશી દારની કુલ ૯૯૫ બોટલ કિંમત રૃ. ૧,૧૭,૨૦૦ અને મારૃતીવાનની કિંમત રૃપિયા ૬૦૦૦૦ સાથે કુલે ૧,૭૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પોલીસે બનાવમાં અંદાડા રહેતા હેમંત દેવેન્દ્ર પટેલને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

;