અંકલેશ્વરમાં ગાઇડ લાઇન પ્રમાણે ગણેશ વિસર્જન કરાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંકલેશ્વરમાં ગાઇડ લાઇન પ્રમાણે ગણેશ વિસર્જન કરાશે

અંકલેશ્વરમાં ગાઇડ લાઇન પ્રમાણે ગણેશ વિસર્જન કરાશે

 | 2:54 am IST

નાની પ્રતિમાને ઘર પાસે વિસર્જિત કરવા અપીલ

 

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર શહેર, તાલુકા તેમજ નોટિફઇડ વિસ્તારમાં ગણેશ વિસર્જનના કાર્યક્રમને લઈને સરકારની ગાઇડ લાઇનને અનુસરવા માટે તમામ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ બની ગયા છે.

સરકાર ની ગાઈડલાઈન મુજબ અઢી ફ્ૂટ સુધીની પ્રતિમાનું પોતાના જ ઘરઆંગણે કે સોસાયટી વિસ્તારમાં વિસર્જન કરવા માટે ગણેશ યુવક મંડળ સાથેની બેઠકમાં અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ચાર ફ્ૂટ સુધીની પ્રતિમાના વિસર્જન માટે સરકારી ગાઇડલાઇન મુજબ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં જળકુંડ તેમજ નોટિફઇડ વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ પાસે કૃત્રિમ તળાવો ઊભાં કરાયા છે. આ ઉપરાંત સરકારની ગાઈડલાઈન મુજબ વિસર્જનમાં ફ્ક્ત એક જ વાહનનો ઉપયોગ કરી શકાશે અને માત્ર ૧૫ સભ્યો જ વિસર્જન માં ભાગ લઇ શકશે. જે સભ્યો વિસર્જનમાં જવાના હશે એમના નામ અગાઉથી પોલીસ તંત્રને આપી દેવાના રહેશે અને એમને પોલીસ વિભાગ દ્વારા કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. દરેક ગણેશ યુવક મંડળને સમય પણ આપી દેવામાં આવશે એમ પણ અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું છે.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ જળકુંડ ખાતે કૃત્રિમ તળાવ તારી યાદ કરી દેવામાં આવ્યું છે અને એના માટેની પણ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે એમ નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડીયાએ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;