અંકલેશ્વરમાં ટેમ્પામાંથી રૂપિયા ૧.૮૨ લાખ ભરેલી બેગની ચોરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંકલેશ્વરમાં ટેમ્પામાંથી રૂપિયા ૧.૮૨ લાખ ભરેલી બેગની ચોરી

અંકલેશ્વરમાં ટેમ્પામાંથી રૂપિયા ૧.૮૨ લાખ ભરેલી બેગની ચોરી

 | 2:30 am IST

તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયાં

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર સ્ટેશન રોડ ઉપરના ગેરેજ પાસે પાર્ક કરાયેલ છોટા હાથી ટેમ્પોમાંથી કોઇ ચોર ઇસમ કાળા કલરની બેગની ચોરી કરી ફ્રાર થયાની ફ્રીયાદ આખરે ઉપરી અધિકારીની સુચના બાદ ૨૦ દિવસે શહેર પોલીસે ફરિયાદ નોંધી હતી. આ ઘટનાના સી.સી.ટીવી સામે આવ્યા છે.

અંકલેશ્વર સાંઇ દર્શન સોસાયટી ગડખોલ ખાતે રહેતા અને ડ્રાઇવીંગ કરતા મદનસિંહ કાનસિંહ પુરોહિતે પોતાનો છોટા હાથી ટેમ્પો નં. ય્ત્ન-૧૬-ઠ-૪૬૭૯ ની સ્ટેશન રોડ, સૌરાષ્ટ્ર ગેરેજની આગળ ડાહ્યાભાઈ ની દુકાન પાસે ગત ૨૧મીએ પાર્ક કરેલ હતો.

જે છોટા હાથી ટેમ્પોમાં હેન્ડ બ્રેક પાસે કાળા કલરની બેગમાં મુકેલ હતું. આ બેગમાં વેન્યુ હોન્ડાઈ ફેર વ્હીલ ગાડી નં. ય્ત્ન-૧૬-ઝ્રજી-૯૪૫૩ ની ઓરીજીનલ આર.સી.બુક તથા બન્ને ચાવીઓ તથા આઈસર ટેમ્પો નં. ય્ત્ન-૧૬-ઢ-૩૨૪૪ ની ઓરીજીનલ આર.સી.બૂક તથા છોટા હાથી ટેમ્પો નં. ય્ત્ન-૧૬-ઠ-૪૬૭૯ ની આર.સી.બૂક તથા અસલ ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધાર કાર્ડ નં.૨, ચુંટણી કાર્ડ, તથા ઓરીજનલ બીલ બુક, તથા વેપારીઓનાં બીલો, તથા એસબીઆઇ, પીએનબી, કાલુપુર બેન્ક ચેક બુકો તથા એટીએમ તથા ઓપીપી હ્લ૩+ નો મોબાઈલ તથા અન્ય બીજા ડોક્યુમેન્ટો તથા રોકડા રૂ. ૧,૮૨,૦૦૦ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફ્રાર થઈ જવાની ઘટના બની હતી.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાની પોલીસ ફ્રિયાદ કરવા જતા પોલીસે ફ્રીયાદ લેવામાં આનાકાની કરી હતી. જેથી ચોરીની ફ્રીયાદ અંગે ડી.વાય.એસ.પીને રજૂઆત કરાઇ હતી. આખરે ડી.વાય.એસ.પીની દરમિયાનગીરી બાદ શહેર પોલીસે બેગ ચોરાયાની ફ્રીયાદ નોંધી હતી.પોલીસે આ સમગ્ર ઘટનાના સી.સી.ટીવી બહાર આવતાતે આધારે ચોરને શોધવા કવાયત હાથધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;