અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા : પાલિકા તંત્ર, PWD, ટ્રાફિક તંત્ર વચ્ચે સંકલનનો અભાવ – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા : પાલિકા તંત્ર, PWD, ટ્રાફિક તંત્ર વચ્ચે સંકલનનો અભાવ

અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા : પાલિકા તંત્ર, PWD, ટ્રાફિક તંત્ર વચ્ચે સંકલનનો અભાવ

 | 3:54 am IST

ગેરકાયદેસર દબાણો, આડેધડ ર્પાિંકગથી અરાજકતાનો માહોલ

અંકલેશ્વર : અંકલેશ્વર નગરમાં દિન- પ્રતિદિન વકરતી ટ્રાફિક સમસ્યા સામે તમામ તંત્રોની આંખ આડા કાન કરવાની નિતી- રીતી શહેરીજનો માટે શિરોવેદના બની રહી છે.

અંકલેશ્વર નગર ઓકટોપસની આઠ ભુજાઓની જેમ આઠેય દિશામાં રોકેટ ગતિએ વિસ્તરી રહ્યુ છે. વિકાસના નામે થઇ રહેલાં વિસ્તરણની સાથે સાથે જ વિકટ સમસ્યાઓ પણ વિસ્તરી રહી છે. અંકલેશ્વરનાં નગરજનોને હાલ સૌથી વધુ તકલીફ ટ્રાફિકના લીધે થઇ રહી છે. પિૃમ વિસ્તારની વાત કરીએ તો અંકલેશ્વરનાં ભરૃચી નાકા, ચૌટા નાકા, પિરામણ નાકા, જીનવાલા સ્કૂલ, ત્રણ રસ્તા વિસ્તારમાં રોજિંદી ટ્રાફિક જામની સમસ્યા છે. ખાસ કરીને ત્રણ રસ્તા વિસ્તારમાં પાલિકા તંત્રએ ગેરકાયદેસર શાક માર્કેટ હટાવી છે પરંતુ પીડબ્લ્યુડી તંત્ર એ જગ્યાને જાળવી રાખવામાં નિષ્ફળ ગયુ છે. પરિણામે નગરનાં પ્રવેશદ્વાર એવા આ વિસ્તારમાં સંપૂર્ણ અરાજકતા જોવા મળી રહી છે. ટ્રાફિક પોલીસની ચોકી હોવા છતાં ગેરકાયદેસર પથારાવાળા અને આડેધડ ર્પાિંકગ કરનારા લોકો પર અંકુશ મેળવવાના બદલે આંખ આડા કાન થઇ રહ્યા છે. આ સ્થળે જો કોઇ મોટી દુર્ઘટના- અકસ્માત થાય તો ખુવારી પણ મોટી થાય એવી શક્યતા છે. આ મામલે પાલિકાનાં સત્તાધીસો અને વિપક્ષી સભ્યો પણ ચૂપકીદી સેવીને બેઠેલા જણાય છે. પરંતુ હાલાકી પ્રજાએ ભોગવવી પડી રહી છે. રેલવે સ્ટેશનની બહાર રિક્ષાવાળાઓનો ભારે ત્રાસ છે. રેલવેે પોલીસ ચોકીની પાસે જ આડેધડ પાર્ક થયેલી રિક્ષાઓનો ઝમેલો જોવા મળે છે. તેમજ રિક્ષાઓ પણ બેફામ રીતે હંકારતી હોય છે. અંકલેશ્વરની આ ટ્રાફિક સમસ્યા પાછળ ભરૃચી નાકાથી લઇ સ્ટેશન સુધીમાં ઉભા થયેલાં સેંકડો ગેરકાયદેસર દબાણો છે. જેની સામે પાલિકા પીડહલ્યુડી તંત્રની આંખ આડા કાન કરવાની નિતી રહી છે. ટ્રાફિકના પ્રશ્ને અંકલેશ્વર નગર પાલિકા પીડબલ્યુડી વિભાગ અને પોલીસ તંત્ર વચ્ચેનાં સંકલનનો અભાવ જણાય છે.

;