અંકલેશ્વરમાં રાધાવલ્લભ મંદિરે રાધાષ્ટમીનીે ઉજવણી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંકલેશ્વરમાં રાધાવલ્લભ મંદિરે રાધાષ્ટમીનીે ઉજવણી

અંકલેશ્વરમાં રાધાવલ્લભ મંદિરે રાધાષ્ટમીનીે ઉજવણી

 | 2:54 am IST

૨૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા યથાવત

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર પંચાયતી બજાર ફ્રિ રાધાવલ્લભ મંદિરે પ્રતિવર્ષ રાધા અષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે. જેમાં ૨૦૦ વર્ષની પરંપરા સંકળાયેલી છે. આ વર્ષે શોભાયાત્રા કમાલીબાવાના મંદિરે ગઈ હતી અને ત્યાં પાદુકાપૂજનનું આયોજન કરાયું હતું.

અંકલેશ્વરમાં પણ પંચાયટી બજાર સ્થીત રાધાવલ્લભ મંદિર દ્વારા ૨૦૦ થી પણ વધુ વર્ષોથી કરવામાં આવે છે.

અંકલેશ્વરના પંચાયટી બજાર સ્થીત રાધા વલ્લભ મંદિરે રાધાષ્ટમી ઉજવણી નિમિત્તે સાતમના રોજ તેમના પરંપરાગત કમાલી બાવાની મંદિરે જઈને મંદિરના મહંત મનોજલાલજી ગોસ્વામી તથા ગોસ્વામી પરિવાર દ્વારા પાદુકા પૂજન કરવામાં કરવામાં આવ્યું હતું. સાતમની મોડી સાંજ બાદ મંદિરમાં આખી રાત સામાજિક અંતર જાળવીને ભક્તો દ્વારા ભક્તિના ભજનોની રમઝટ બોલાવાઈ હતી. વહેલી સવારે કકડેઠઠ ભક્તિની હાજરીમાં રાધા જન્મોત્સ્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી જયાં ભાવિકો દર્શનનો લાભ લઈ કૃતાર્થ થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;