અંકલેશ્વર અંજલિ હાઇટ્સ ખાતેના દબાણો દૂર કરાયા - Sandesh
  • Home
  • Baroda
  • અંકલેશ્વર અંજલિ હાઇટ્સ ખાતેના દબાણો દૂર કરાયા

અંકલેશ્વર અંજલિ હાઇટ્સ ખાતેના દબાણો દૂર કરાયા

 | 2:03 am IST

સોસા.ના રહીશોએ સંવાદ સેતુમાં રજૂઆત કરી હતી

અગાઉ સોસા.ની મહિલાઓ સાથે બિલ્ડરને મારામારી થઇ હતી

ા અંકલેશ્વર ા

અંકલેશ્વરમાં વાલિયા રોડ પર અંજલિ હાઇટ્સ ખાતે દબાણો અંગે સોસાયટીના રહીશોએ સંવાદ સેતુ કાર્યક્રમ અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે આખરે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો દૂર કરાયા હતા.

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ અંજલિ હાઇટ્સ બિલ્ડિંગ ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યુ હતું. સોસાયટીના રહીશો દ્વારા લોકસંવાદ સેતુમાં ગૃહમંત્રી સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના સંદર્ભે અંતે તંત્ર દ્વારા સોસાયટીના રહીશ સાથે મળીને માર્ગ અને મકાન વિભાગે દબાણ દૂર કરી સોસાયટીના રહીશોની ફરિયાદનો ઉકેલ લાવ્યું છે.

અંકલેશ્વર- વાલિયા રોડ પર આવેલ અંજલિ હાઇટ્સ સોસાયટીના રહીશો અને બિલ્ડર વચ્ચે છેલ્લા ૫ વર્ષ ઉપરાંતની લડતમાં અગાઉ બિલ્ડર દ્વારા સોસાયટીની મહિલાઓ સાતે મારામારી થઇ હતી. તો બિલ્ડર દ્વારા ર્પાિંકગ એરિયા અને સોસાયટી એરિયા વિસ્તારમાં કોર્મિશયલ બાંધકામના મુદ્દે પણ તંત્રની ફીટકાર પડી છે. સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટર સમક્ષ તેમજ લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ તેમનો પ્રશ્ન મુક્યો હતો. જે અંગે તપાસ કર જરૃરી કાર્યવાહી કરવા સૂચના બાદ અંતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ર્માિજન એરિયામાં કરવામાં આવેલુ દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરી સમયે સોસાયટીના રહીશો પણ હાજર હતા.

;