અંકલેશ્વર અમલા ખાડી પાસે અકસ્માત - Sandesh
  • Home
  • Baroda
  • અંકલેશ્વર અમલા ખાડી પાસે અકસ્માત

અંકલેશ્વર અમલા ખાડી પાસે અકસ્માત

 | 2:30 am IST

કારે ટક્કરે મારતા બાઇક સવાર યુવાનનું કરુણ મોત

ા અંકલેશ્વર ા

અંકલેશ્વરના પીરામણના જવાના રોડ ઉપર આમળા ખાડી બ્રિજ નજીક કારના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક પર સવાર એક યુવકનું મોત નિપજ્યું હતું. જયારે એક યુવકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અંકલેશ્વરના પિરામણના જવાના રોડ ઉપર આમળા ખાડી બ્રિજ નજીક કારના ચાલકે બાઇકને અડફેટમાં લીધો હતો.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની અન્સર માર્કેટમાં રહેતા સાબાત અલી શાહ અને સલમાન અબ્દુલ ગફારખાન બાઇક ઉપર પીરામણ તરફ આમળા ખાડી બ્રિજ પાસેના ર્સિવસ રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન કાર નં. જીજે૫આરએ ૩૮૬૭ના ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બાઇકને અડફેટે લેતા બાઇક ઉપર સવાર સલમાન અબ્દુલ ગફારખાન અને સાબાત અલી શાહને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સલમાન અબ્દુલ ગફારખાનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

;