અંકલેશ્વર નગરમાં ડેન્ગ્યુથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી - Sandesh
  • Home
  • Newspaper
  • અંકલેશ્વર નગરમાં ડેન્ગ્યુથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી

અંકલેશ્વર નગરમાં ડેન્ગ્યુથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી

 | 3:14 am IST

 

ા અંકલેશ્વર ા

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીએ પોતાનો કાળમો પરચો આપતા કોરોનાની બીજી વેવ ભરૂચ જીલ્લા માટે ખૂબ ઘાતક સાબિત થઈ હતી ત્યારે હવે એક તરફ્ આરોગ્ય તંત્ર દ્વારા ખૂબ સક્રિય રીતે મૂકવામાં આવતી રસીના કારણે તેમજ લોકોની સજાગતાના પગલે કોરોના મહામારી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તેમ છતાં હજુ કોરોનાનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. કોરોના મહામારી ભરૂચ જીલ્લામાં સમયાંતરે અથવા તો લાંબા દિવસ બાદ એક કે બે દર્દીઓ કોરોનાનાં જણાય રહ્યા છે. તેવી પરિસ્થિતિમાં હવે ભરૂચ જીલ્લામાં કોરોના સમાન જ ભયંકર એવો ડેન્ગ્યુનાં રોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં ઉતરોઉતર વધારો થઈ રહ્યો છે. ખાનગી દવાખાના અને સરકારી દવાખાનાઓમાં ડેન્ગ્યુનાં રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;