અંકલેશ્વર પબ્લિક સ્ક્ૂલને લાઇબ્રેરીની ભેટ અપાઇ - Sandesh
  • Home
  • Baroda
  • અંકલેશ્વર પબ્લિક સ્ક્ૂલને લાઇબ્રેરીની ભેટ અપાઇ

અંકલેશ્વર પબ્લિક સ્ક્ૂલને લાઇબ્રેરીની ભેટ અપાઇ

 | 3:13 am IST

 

મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા

। અંકલેશ્વર ।

આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થાન મહાવીર ઇન્ટરનેશનલ ભરૃચ દ્વારા અંકલેશ્વર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને પુસ્તકાલયની મહામૂલી ભેટ આપવામાં આવી છે.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ તમામ વર્ગના આર્િથક રીતે પછાત બાળકોને એકદમ નજીવી ખર્ચે અંગ્રેજી માધ્યમનું ઉચ્ચસ્તરીય શિક્ષણ આપતી સંસ્થા છે. સંસ્થાના આ કાર્ય અને ઉદ્દેશ્યને ધ્યાને લઇને મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા લાયબ્રેરી માટે અનુદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાવીર ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ અજીત શાહ, પાસ્ટ પ્રેસિડન્ટસ મુકેશ મહેતા, કમલ શાહ પ્રોેજેક્ટ ચેરમેન મનોજ આણંદપુરા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રોજેક્ટ ચેરમેન મનોજ આણંદપુરાએ જણાવ્યું હતું કે સાંપ્રત ડીજીટલ યુગમાં પુસ્તકોના વાંચનમાંથી વર્તમાન પેઢીનો રસ ઓછો થઇ રહ્યો છે. પરંતુ પુસ્તક સિવાય સંસ્કારોનું સીંચન અને ઘડતર શક્ય નથી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓના ઘડતર માટે જ આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે અને વિદ્યાર્થીઓ આ પુસ્તકાલયનો બહોળો ઉપયોગ કરશે. આ પ્રસંગે અંકલેશ્વર પબ્લિક સ્કૂલનાં ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ મહાવીર ઇન્ટરનેશનલનાં તમામ હોદ્દેદારોનો આભાર માન્યો હતો અને પુસ્તકાલયનાં માધ્યમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય સાથે સંસ્કારોનાં ઘડતર માટે પણ અપીલ કરી હતી.

;