અંકલેશ્વર પાલિકાએ કુત્રિમ તળાવની કામગીરી હાથ ધરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંકલેશ્વર પાલિકાએ કુત્રિમ તળાવની કામગીરી હાથ ધરી

અંકલેશ્વર પાલિકાએ કુત્રિમ તળાવની કામગીરી હાથ ધરી

 | 2:30 am IST

જળકુંડ બાદ  ભીડભંજન હનુમાનજી મંદિર પાછળ કુત્રિમ તળાવ બનવાય છે

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ગણપતિ વિસર્જન ને ધ્યાને લઇ જળકુંડ સિવાય હાંસોટ રોડ ઉપર ભીડભંજન હનુમાનજી મંદિર પાછળ તળાવ ની બાજુમાં કુત્રિમ તળાવ બનાવવા ની કામગીરી હાથ ધરી છે

ગણપતિ વિસર્જન ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે,ત્યારે અંકલેશ્વર નગર પાલિકા સભાખંડ ખાતે પાલિકા અને તાલુકા વહીવટી તંત્ર તેમજ  ગણેશ મંડળો ના આયોજકો તથા  પોલીસ વિભાગ ની મળેલી બેઠક માં  ગણપતિ  વિસર્જન અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગણેશ મંડળ ના આયોજકો ને  જળકુંડ માં વિસર્જન ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું  જણાવવામાં આવ્યું હતું તેમજ ઘર માં અને પંડાલ માં પ્રસ્થાપિત  બે ફ્ૂટ ની મૂર્તિ ને ઘર આંગણે વિસર્જન કરવા અંગે જણાવ્યું હતું.

જો કે  જળકુંડ  ખાતે વિસર્જન સમયે ઘસારો ન થાય તે માટે નગર પાલિકા દ્વારા જળકુંડ સિવાય હાંસોટ રોડ ઉપર ભીડભંજન હનુમાનજી મંદિર ની પાછળ રામકુંડ જવા ના રોડ પર તળાવ ની બાજુમાં કુત્રિમ તળાવ બનાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ કુત્રિમ તળાવ માં ઘર માં પ્રસ્થાપિત અને પંડાલ માં પ્રસ્થાપિત ગણપતિ ની પ્રતિમા નું વિસર્જન કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;