અંકલેશ્વર પાસેના  હાઇવે  પરથી બાયો ડીઝલ ભરેલ ટેન્કર ઝડપાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંકલેશ્વર પાસેના  હાઇવે  પરથી બાયો ડીઝલ ભરેલ ટેન્કર ઝડપાયું

અંકલેશ્વર પાસેના  હાઇવે  પરથી બાયો ડીઝલ ભરેલ ટેન્કર ઝડપાયું

 | 2:30 am IST

ગાંધીનગરની ટીમ દ્વારા શંકાસ્પદ ટેન્કરને ઝડપી પાડયું

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર પાસેથી પસાર થતા  નેશનલ હાઇવે પર  હોટલ નર્મદા ગેટ પાસે  કોઇપણ પ્રકારની પરવાના મેળવ્યા વગર અનઅધિકૃત રીતે બાયો ડીઝલ પંપ ઉપર  બાયો ડીઝલ ભરેલ ટેંકર ખાલી થઇ રહ્યું હોવાની માહિતી  સી.આઇ.સેલ ગાંધીનગર ની ટીમ ને મળી હતી

જેના આધારે  દરોડા પાડયા હતા. જ્યાં શંકાસ્પદ ટેન્કરની તપાસ  કરતા અને ટેન્કરના ડ્રાઇવરની પુછપરછ કરતા કોઇ પ્રકારની મંજૂરી ન હતી અને સંતોષકારક જવાબ ન આપતા  જી.આઇ.ડી.સી  પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફ્લો આવી પહોંચી  ટેન્કર તેમજ બાયો ડીઝલ પંપમાંથી સેમ્પલ  લઇ એફ્.એસ.એલમાં મોકલી આપ્યા હતા.  તેમજ જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરતા તેવો પણ જે તે વખતે સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે જરૂરી રિપોર્ટ કર્યો હતો. એફ્.એસ.એલ માં બાયો ડીઝલ ના સેમ્પલ ફ્ેલ થતા. ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ અને પરિવહન હેતુ માટે અંકલેશ્વર મામલતદાર દ્વારા આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફ્રિયાદ આપતા પોલીસે સુરતજિલ્લા ના  કિમ  ગામના ના બાયો ડીઝલ ના સંચાલક  ઇકબાલ ઉફ્ર્ે અસલમ તૈલી  વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;