અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણો - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણો

અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણો

 | 2:00 am IST
  • Share

અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણવા માટે આપની જન્મતારીખ+જન્મમાસ+જન્મવર્ષનો સરવાળો કરતાં જે નંબર આવે તે ભાગ્યાંકસમજવો. દા.ત. જન્મતારીખ ૨૫ છે=૭ મહિનો ૬ઠ્ઠો-૬ અને વર્ષ ૧૯૯૨ છે. ૧+૯+૯+૨=૨૧=૩ થાય તો ભાગ્યાંક=૭+૬+૩=૧૬=૭ સાત થાય. આ ર્વાિષક ભાગ્યાંક ૭ પ્રમાણે આપનું પાક્ષિક ભવિષ્ય જાણી શકો છો.  

આપને નિર્ણાયક પરિસ્થિતિમાંથી રાહતનો માર્ગ મળે આર્થિક લાભો ગણતરી પ્રમાણેની સમય મર્યાદામાં મળી જાય. શિરોવેદના તથા કમરદર્દની શક્યતા વધુ રહે. આપનું સ્વમાન અને વચન બંનેની કદર થાય.

વ્યાપારિક દૃષ્ટિએ આ પખવાડિયું શુભ ફળદાયી રહેશે, પરંતુ ખર્ચનું પ્રમાણ ધાર્યા કરતાં વધુ રહેશે. વાદવિવાદના મધપૂડાને છેડશો નહીં. પોતાની જ વ્યક્તિઓ આપને દોષિત ગણશે, પણ પાછળથી ભૂલનો સ્વીકાર પણ કરશે.

ખાંસી, શરદી, તાવની તકલીફ તમને આરામ કરવા ફરજ પાડે. ખર્ચ આવક સામે વધારે રહે. આવકનાં સાધનો મળી રહેશે અને પરિચયો જ કામ લાગશે. ફોન પર શુભ સમાચારથી ખુશીમાં વધારો થાય. શેરબજારમાં સંભાળીને રોકાણ કરવું.

વાહન, વસ્ત્ર કે જમીન ખરીદીમાં સફળતા મળે. પરિવારજનોનો સહકાર મળે અને વિચારોમાં સૂર હકારમાં પુરાવે. વાતાવરણમાં ઉત્સાહ અને જાગૃતિ, પણ ખર્ચ વધે. મંગળ-શનિ વારોમાં સ્વભાવની ઉગ્રતા પર કાબૂ રાખવા જેવો છે.

જાહેરક્ષેત્રથી લાભદાયી સમાચાર મળે. પરદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક પૂજા-અર્ચનનો લાભ મળે. સ્વભાવમાં ઉદારતા છલકાય. સ્ફૂર્તિ રહેશે. મૂડમાં પરિવર્તન રહ્યાં કરે. પારિવારિક વ્યક્તિઓ આપના પદને શોભાવતી સમજૂતી માટે તૈયાર રહે.

બધા જ પ્રયત્નો સફળ થાય એવું ના બને. એકાદ પ્રયત્નમાં ધારી સફળતા સધાય. કાર્યસિદ્ધિ જરૃર મળે. થાક અને શ્રમ બંનેનો અહેસાસ થાય. જૂનાં રોકાણોથી ન ધારેલો લાભ થશે. લાભદાયી આર્થિક-નાણાકીય સધ્ધરતા વધે.

સોમવાર અને બુધવાર ધાર્મિક રીતે લાભદાયી. મંગળ અને શુક્ર આર્થિક રીતે ફળદાયી રહે. રવિ અને શનિ સ્વાસ્થ્ય પ્રશ્નોનો ઉકલ લાવે. વિચારોની આપ-લેમાં સાવધાની વર્તવી. આયોજનોમાં એકાદ આયોજન યશઅપાવી જાય, પણ ખર્ચ વિશે પ્રમાણ વધશે જ એની ખાતરી રાખો.

નોકરિયાતોને આ સમયમાં રાહત રહેશે. ગુસ્સો દબાવીને રાખજો. દાંપત્યજીવનમાં મધુરતા વધશે. કોઈની સાથે મતભેદ રાખતાં જ નહીં. મહમાં મધ્યસ્થી ન કરશો. પક્ષપાતી વલણ પણ ન રાખવું. કોઈને આર્થિક સહાય પણ ન કરશો, કારણ કે તેનાથી નુકસાન થઈ શકે એમ છે.

તન, મન, ધનથી શુભ પરિણામોની આશા રાખી શકશો. લાભ અને પુણ્યનાં કાર્યો થશે. આપની નિખાલસતાથી ચાર ચાંદ લાગી જશે. પરિવારજનો આપની તરફેણ કરે. તાવ અને જીવલેણ બીમારીની ભીતિ રહે છે. સાચવવું જરૃરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો