અંકોના ઈશારા - Sandesh

અંકોના ઈશારા

 | 12:30 am IST
  • Share

અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણવા માટે આપની જન્મતારીખ+જન્મમાસ+જન્મવર્ષનો સરવાળો કરતાં જે નંબર આવે તે ભાગ્યાંકસમજવો. દા.ત. જન્મતારીખ ૨૫ છે=૭ મહિનો ૬ઠ્ઠો-૬ અને વર્ષ ૧૯૯૨ છે. ૧+૯+૯+૨=૨૧=૩ થાય તો ભાગ્યાંક=૭+૬+૩=૧૬=૭ સાત થાય. આ ર્વાિષક ભાગ્યાંક ૭ પ્રમાણે આપનું પાક્ષિક ભવિષ્ય જાણી શકો છો.  

ખર્ચ ઉપર નિયંત્રણ જરૃરી છે.. સ્વાસ્થ્યની કાળજી રાખવી. દવા પાછળ ખર્ચ થશે. આવકવૃદ્ધિના યોગ પણ સર્જાય છે. પ્રવાસ અને ઈન્ટરવ્યૂ સફળ થશે. પાર્ટી જેવું વાતાવરણ રહેશે. પરિવારની લાગણીઓ તમારી સાથે જ છે.

મહેનત રંગ લાવશે. આપના ઉપર લક્ષ્મીજીની અનન્ય કૃપા રહેશે. નવી ખરીદીના યોગ છે. મૂલ્યવાન ખરીદીનો ઉત્સાહ જળવાઈ રહેશે. પખવાડિયું સારું રહેશે. ભાગીદારી, બ્રોકરેજના કામો સફળતાથી પાર પડશે.

વેપારી તકો ખૂબ જ ઉજળી છે. શ્રમ અને વ્યસ્તતાને કારણે આરામ જરૃરી બનશે, નહીંતર સ્વાસ્થ્ય બગડશે તે નક્કી છે. સામાજિક મોભો વધશે. ગવર્મેન્ટ સાથે જોડાયેલા કામોમાં પ્રગતિ થાય. ખર્ચ સીમિત રાખવાની જરૃર છે.

જાહેરક્ષેત્રમાં લાભ થાય. રાજકારણમાં પણ આગળ વધશો. સંસ્થામાં જવાબદારીઓ વધે. તમારા માન-સન્માનમાં વધારો થાય. ખર્ચ અને આવકનું પ્રમાણ વધે. શુભ સંકલ્પ અને ધર્મ કાર્યોનું આયોજન થાય.

લગ્ન અને પ્રેમસંબંધોમાં વાત આગળ વધે. દરેક મુદ્દાની સ્પષ્ટતા જરૃરી છે. પ્રયત્નો વધારવા પડે. સ્વાસ્થ્યની તકેદારી પણ રાખવી પડે. ખર્ચનું પ્રમાણ ન જળવાતા બજેટ બગડી જશે. આવું ન થાય તે માટે ચોક્કસ આયોજન કરવું.

સ્વભાવ, વ્યવહાર અને પ્રતિભાવમાં ખૂબ વ્યવસ્થિત રહેવું પડે. શાબ્દિક ઉગ્રતા વધે, માનસિક વ્યગ્રતા પણ વધે. માટે પ્રેક્ટિકલ બનીને નિર્ણયો કરવા જરૃરી બને. કાનૂની અથવા સરકારી મુશ્કેલીઓ અચાનક આવે અને દૂર પણ થાય. આર્થિક નુકસાન ન થાય તે માટે ચેતતા રહેવું.

ન્યાયની આશા ઉત્સાહ વધારશે. આપને સહકાર આપનાર શુભેચ્છકો લાભ આપશે. સામાજિક પ્રતિષ્ઠા વધે. આર્થિક અને શારીરિક સ્વસ્થતા વધશે. આ પખવાડિયામાં સાહસિક નિર્ણય ન કરવાની સલાહ છે. શેરબજારમાં રોકાણ સમજી-વિચારીને કરવું.

નવા ઓર્ડર મોટા પ્રમાણમાં મળે. પેમેન્ટ માટે વધુ પ્રયત્નશીલ બનો તો જ ધારી સફળતા મળશે. પ્રોપર્ટી, શેર, લક્ઝરી વસ્તુઓ અને ટૂર્સ-ટ્રેવલ્સના ધંધાદારીઓનો ઉત્સાહ વધારતું પખવાડિયું છે. સંતાનોનું અટકેલું કાર્ય આગળ વધતા રાહત અનુભવશો.

મિલકતના રિનોવેશન અથવા નવી ખરીદી માટે શુભ વાતાવરણ સર્જાય. સંજોગો સુધરી રહ્યા છે. ખર્ચનું ભારણ લાગશે, પણ લાભોનું પલ્લું નમતું દેખાશે. પરિચયો કે કોન્ટ્રાક્ટ સંબંધિત લાભ થાય. બેંક અને વેપારનું ધારાધોરણ લાભદાયી સાબિત તશે. જાહેર લાભો વધશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો