અંકોના ઈશારા - Sandesh

અંકોના ઈશારા

 | 4:29 am IST
  • Share

અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણવા માટે આપની જન્મતારીખ+જન્મમાસ+જન્મવર્ષનો સરવાળો કરતાં જે નંબર આવે તે ‘ભાગ્યાંક’ સમજવો. દા.ત. જન્મતારીખ 25 છે=7 મહિનો 6ઠ્ઠો-6 અને વર્ષ 1992 છે. 1+9+9+2=21=3 થાય તો ભાગ્યાંક=7+6+3=16=7 સાત થાય. આ વાર્ષિક ભાગ્યાંક 7 પ્રમાણે આપનું પાક્ષિક ભવિષ્ય જાણી શકો છો.  

લાંબા સમયથી રાહ જુઓ છો એ બાબતની સફળતાસહ પૂર્તિ થાય. ભાગ્યમાં સુધારા જોવા મળે. પારિવારિક નિર્ણયને વધાવી લેવાથી આનંદનું વાતાવરણ સર્જાય. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે. નવીન તકો સર્જાય. 

મહેનત રંગ લાવે. પ્રવાસથી લાભ થાય. નવા પરિચયો થાય. ધનપ્રાપ્તિનું આયોજન અનેકવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવે. પારિવારિક સમજૂતીથી હર્ષની લાગણી ઉદ્ભવે. ખર્ચનું ભારણ ક્રમશઃ’ઓછું થાય. પ્રયત્નો ફળે.

આગામી સપ્તાહ ઘણાં કાર્યોને વેગ આપશે. નિર્ણાયક બાબતોમાં કાયમી ઉપાય મળે. પ્રભુકૃપાની અનુભૂતિ થાય. પત્ની સાથે સહકારપૂર્ણ વિચારવિમર્શ. જમીન-જાયદાદ કે અન્ય નવી ખરીદીના લાભ મળે.

દરેક ક્ષેત્રમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે. વડીલવર્ગના આશીર્વાદ મળે. સંતાનોથી લાભ થાય. ધનયોગ પ્રબળ બને છે. સ્થાનાંતર કે પદગ્રહણનો વિશેષ લાભ મળે. જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. શેરબજારમાં સંભાળીને આગળ વધવું.

ધર્મકાર્ય, પ્રવાસ, શુભ પ્રસંગની ઉજવણી થાય. ખર્ચમાં વધારો થાય, પરંતુ મનમાં સુખ-સંપત્તિનો પણ વધારો થાય. મકાન બાબતે રિનોવેશનનો નિર્ણય. વ્યસ્તતા વધારે. પારિવારિક કડક અનુશાસનથી મનદુઃખ વધવાની આશંકા રહે.

દૂર-દૂરથી શુભ સમાચાર મળે. સંતાનોનાં લગ્ન, વેવિશાળ, ચાંલ્લાના શુકનવંતા નિર્ણયોથી સર્વત્ર આનંદ. ભાવિ ખર્ચની તૈયારીઓ અને આર્થિક લાભની ઉત્તમ તકો, વાહન સાચવીને ચલાવવા સૂચન. કોઈ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં વડીલની સલાહ લેવી.

કોર્ટ કેસમાં વિજય મળે. સ્વાસ્થ્ય સુધારની ઊજળી તકો. જૂના પરિચયો કામ લાગે. આકસ્મિક ધનલાભ થાય. શેરબજારમાં તમે નસીબ અજમાવી શકો છો. વડીલવર્ગના આશીર્વાદ અને સંબંધોમાં સમજૂતીભર્યો આવકાર મળે.

આશાસ્પદ સંતાનોથી ગર્વ વધે. મજબૂત નિર્ણયોથી પરદેશ સાથેનું લેણું વધે. ખરીદીની શરૂઆત અને ભૂમિગત-વારસાગત લાભ મળશે. નાનો સફળ પ્રવાસ થાય. ધર્મકાર્ય થઈ શકે. સંતાનોના પ્રશ્નોનો ઉકેલ આવતા રાહત અનુભવાય. કાનમાં દુખાવો થઈ શકે છે.

ગુસ્સા પર કાબૂ રાખવો. વાણી સંયમ અને જાહેર ક્ષેત્રનાં કામોમાં ઉગ્રતાથી બચવું. કામ અવશ્ય થાય, પરંતુ મનદુઃખ અને ખર્ચ પર અસર કરે. સ્વાર્થી લોકો હેરાન કરે માટે સજાગ રહેવું. પ્રથમ સપ્તાહમાં સાવધાન રહો. આગળ લાભ જ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો