અંક ૨૨ના જાતકો બુદ્ધિશાળી ને સર્જનાત્મક વ્યક્તિત્વ ધરાવે છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • અંક ૨૨ના જાતકો બુદ્ધિશાળી ને સર્જનાત્મક વ્યક્તિત્વ ધરાવે છે

અંક ૨૨ના જાતકો બુદ્ધિશાળી ને સર્જનાત્મક વ્યક્તિત્વ ધરાવે છે

 | 12:30 am IST
  • Share

કોઇપણ માસની ૨૨ તારીખે જન્મેલી વ્યક્તિઓ પ્રબળ વ્યક્તિત્વવાળી, શાંત, એકાંયપ્રિય, ગંભીર, બુદ્ધિશાળી, ચતુર, કુનેહવાળી, વિચક્ષણ, અંતર્મૂખ, સ્વતંત્ર મિજાજવાળી, સર્જનાત્મક વૃત્તિવાળી, કલ્પનાસૃષ્ટિમાં વિહરનારી, વિશ્લેષણાત્મક વૃત્તિવાળી, મૌલિક વિચારો ધરાવનારી, નિરાળા ચારિત્રવાળી, અભ્યાસી, નિરાડંબરી, વિનયી, સંવેદનશીલ અને ખણખોદ કરવાની વૃત્તિવાળી હોય છે. તેઓ દરેક વસ્તુ કે બાબતનો ઘણો વિચાર કરે છે અને એ રીતે તેમનાં ધ્યેયો હાંસલ કરે છે.

તેઓ લાગણીઓનું પ્રદર્શન પણ કરતા નથી અને તેથી લોકો તેમને હ્ય્દયહીન માને છે. ફેરફારો અને પરિવર્તનો ગમે છે અને તેથી તેઓ જીવનના પ્રારંભિક વર્ષોમાં સ્થિર હોતા નથી અને નોકરી-ધંધો વારંવાર બદલ્યા કરે છે. તેમના આ સ્વભાવને લીધે તેઓ બીજાઓ સાથેના સંબંધો પણ બદલ્યા કરે છે અને નાનામોટા પ્રવાસ પ્રર્યટનો કરે છે, આ લોકોમાંના કેટલાય તો ધન કમાવાની કળામાં હોશિયાર હોય છે, પણ મોટાભાગના તો આર્થિક અને ભૌતિક સિદ્ધિઓ માટે બહુ જ ઓછી દરકાર રાખે છે. તેઓ સામાજિક કાર્યો સેવાભાવનાથી કરે છે, તેમને પૂજાપાઠ, કર્મકાંડ જેવા બાહ્યાચારોમાં રસ હોતો નથી. તેમને માટે માનવસેવા એ જ પ્રભુસેવા અને સાચો ધર્મ છે. તેમને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્રકળા, નાટક જેવી કળાઓ અને ફિલસૂફીમાં અભિરૃચિ હોય છે. તેઓ તેમના ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે અને તેમાં તેમણે પૂર્ણતા પ્રાપ્ત કરેલી હોય છે. તેઓને ઉત્તેજના અને અજંપાવાળું જીવન જીવવું ગમે છે. તેઓ આત્મકેન્દ્રી, જક્કી અને હઠીલા હોય છે. એકબીજાના અભિપ્રાયોને માન આપતાં નથી.

આ જાતકોએ શેર-સટ્ટા અને જુગારથી દૂર રહેવું જરૃરી છે, કારણ કે તેમાં તેમને સફળતા મળવાની શક્યતા નથી. તેમણે બીજા સાથે ભાગીદારી પણ ન કરવી જોઇએ. આ જન્મતારીખવાળી સ્ત્રીઓ મોડાં લગ્ન કરે છે અને તેમનું દાંપત્યજીવન સુખી હોય છે. તેમને સલામતીની જરૃર રહે છે. તેઓમાં અંતઃપ્રેરણાશક્તિ અને અધ્યાત્મશક્તિ હોય છે અને તેઓ બીજાઓ ઉપર પ્રભાવ પાડી શકે છે, જીવનમાં સફળ થવા માટે આ લોકોએ તમના પરિવર્તનશીલ, અંજપાવાળા અને અસ્થિર સ્વભાવ ઉપર નિયમન રાખવાની જરૃર છે.

તેઓે બેન્કર, શરાફ, શિક્ષક, વૈજ્ઞાાનિક, સર્જન, તંત્રી, માળી, ઝવેરી, લેખક, કવિ, નૃત્યકાર, સંગીતકાર, ચિત્રકાર અને અભિનેતા તરીકે પણ સફળ બને છે. આ ઉપરાંત તેઓ એકસ્પોર્ટ અને ઇમ્પોર્ટ (આયાત અને નિકાસ)ને લગતા ધંધામાં પણ પ્રગતિ સાધી શકે છે.

 શુભ દિવસો ઃ રવિવાર, સોમવાર.

 શુભ રંગો ઃ આછો લીલો, પીળાશ પડતો લીલો અને મોરપીંછ.

અશુભ રંગ ઃ બધાજ પ્રકારના ઘેરા કે ગાઢા રંગો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો