અંક ૨૩ના જાતકોના મિત્રો અને પ્રશંસકોની સંખ્યા મોટી હોય છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • અંક ૨૩ના જાતકોના મિત્રો અને પ્રશંસકોની સંખ્યા મોટી હોય છે

અંક ૨૩ના જાતકોના મિત્રો અને પ્રશંસકોની સંખ્યા મોટી હોય છે

 | 12:30 am IST
  • Share

જન્માંક ૨૩ના જાતકો  સ્વતંત્ર મિજાજના, ર્ગિવષ્ઠ અને જવાબદારી સમજનારા હોય છે. તેઓ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, શિક્ષક, લેખક, વક્તા, રેડિયો કલાકાર, નર્સ અને ડોક્ટર તરીકે સફળ બને છે

અંક ૨૩એ અંક ૨ અને ૩ના સંયોજનથી બનેલો છે અને તેનો મૂળાંક ૨+૩=૫ થાય છે. તેથી અંક ૨૩માં ૨, ૩ અને ૫ના ગુણધર્મોનો સમન્વય થાય છે. કોઈપણ માસની ૨૩મી તારીખે જન્મેલા લોકો બુદ્ધિશાળી, કલ્પનાશીલ, સંવેદનશીલ, સારી સમજશક્તિવાળા, આત્મ-અભિવ્યક્તિ માટે ઉત્સાહી, બહુશ્રુત, સારા વક્તા, મિલનસાર, પ્રેમાળ, પરિવર્તનપ્રેમી, વ્યવહારુ, સાહસિક, સંદિગ્ધ, ચંચળ, તરંગી અને ધૂની હોય છે.

તેમને ઔપચારિકતા અને બાહ્ય શિષ્ટાચાર પ્રત્યે અણગમો હોય છે. તેમ છતાંય તેઓ તેમની લાગણીઓને વ્યક્ત કરે છે. તેમના મોહક અને આકર્ષક વ્યક્તિત્વથી અનેક સજાતીય અને વિજાતીય વ્યક્તિઓ તેમના પ્રત્યે આકર્ષાય છે. તેમના પ્રશંસકો અને મિત્રોની સંખ્યા ઘણી જ મોટી હોય છે. તેમને ખુશામતખોરોથી સાવધ રહેવાની જરૃર છે. તેઓ લગ્ન, સંમેલન, પાર્ટી જેવા સામાજિક પ્રસંગો આનંદપૂર્વક માણે છે. તેમને વિજાતીય વ્યક્તિઓ તરફથી લાભ થાય છે. તેઓ પરિસ્થિતિમાં બનતા અણધાર્યા ફેરફારોને પણ સરળતાથી અનુકૂળ બની શકે છે. તેમનું જીવન અણધાર્યા અને અસામાન્ય બનાવોથી ભરપૂર હોય છે. તેમનામાં બીજાઓને સમજાવવાની શક્તિ સારી હોય છે.

તેઓ સ્વાશ્રયી, સ્વતંત્ર મિજાજના, ર્ગિવષ્ઠ અને જવાબદારી સમજનારા હોય છે અને તેથી તેઓ સંકુચિતતા, અંકુશ અને નિયમન પ્રત્યે અણગમો બતાવે છે. તેમણે તેમની તબિયત સાચવવી કે જેથી તેમને મોટી ઉંમરે એસિડિટી, સંધિવા, જ્ઞાાનતંતુઓની નબળાઈ જેવાં દરદો ન થાય. તેમણે તેમનો ચંચળ, અસ્થિર અને પરિવર્તનપ્રિય સ્વભાવ બદલીને એક જ વ્યવસાયમાં સ્થિર બનવા પ્રયત્ન કરવો જોઈએ. તેઓ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, શિક્ષક, લેખક, વક્તા, રેડિયો કલાકાર, નર્સ અને ડોક્ટર તરીકે સફળ બને છે.

જોકે, અંક પાંચની કેટલીક નકારાત્મક બાબતો પણ તેમને અસર કરે છે. તે રીતે જોતા તેઓ ઉતાવળિયા, અધીરા, આવેશશીલ, બેકાળજી રાખનારા અને બેફિકરા હોવાથી કોઈ વાર પોતાને જ વધારે નુકસાન કરી બેસે છે, પણ જ્યારે તેનો ખ્યાલ આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. તેથી પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બચતો. તેમને નવીનતા અને વિવિધતા ગમતી હોવાથી નવાં કાર્યો હાથ પર લે છે, પણ તેમાં રસ ઓછો થવાથી તે અધૂરાં જ રહે છે અને પરિણામે તેમને નિષ્ફળતા જ હાથ લાગતી હોય છે.

 શુભ દિવસો : સોમવાર, બુધવાર, ગુરુવાર  

શુભ રંગ : આછો લીલો તથા જાંબલી  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો