અંતેલા ગામે વહેલી પરોઢે દીપડાનો આધેડ પર હુમલો - Sandesh
  • Home
  • Newspaper
  • અંતેલા ગામે વહેલી પરોઢે દીપડાનો આધેડ પર હુમલો

અંતેલા ગામે વહેલી પરોઢે દીપડાનો આધેડ પર હુમલો

 | 2:45 am IST

મરઘાનું મારણ કરી હુમલો કર્યાે

। દાહોદ ।

દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે વહેલી પરોઢે ઓચિંતો એક દિપડો ઘરની ઓસરીમાંથી મરઘુ પકડી લઈ જઈ મારણ કર્યા બાદ પાછો આવતા ઘરમાલિક જાગી જતાં બુમાબુમ કરી મુકતા દિપડો ભાગતા ભાગતા ઘર માલિકના માથામાં ઈજા પહોંચાડી નાસી જતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામના સાયબા ભુરા નાયક ગતરાત્રીના સમયે પોતાના ઘરની ઓસરીમાં ખાટલો ઢાળી સુતા હતા. તે સમયે વહેલી સવારે દિપડો ઓચિંતો ઓસરીમાં આવી ગયો હતો અને મરઘુ પકડી લઈ ગયો હતો. આ દિપડો થોડીવાર પછી પાછો આવ્યો હતો અને મરઘાને પકડવા ગયો તે વખતે મરઘાના ફફડાટનો અવાજ સાંભળી સાયબાભાઈ જાગી જતાં તેમણે બુમાબુમ કરી હતી. જેથી દિપડો ભાગ્યો હતો અને ભાગતા ભાગતા સાયબાભાઈના માથામાં ત્રણ નખ મારી સાધારણ ઈજા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન