અંબાલીનાં સરપંચને સસ્પેન્ડ કરતા જિલ્લા વિકાસ અધિકારી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંબાલીનાં સરપંચને સસ્પેન્ડ કરતા જિલ્લા વિકાસ અધિકારી

અંબાલીનાં સરપંચને સસ્પેન્ડ કરતા જિલ્લા વિકાસ અધિકારી

 | 2:30 am IST
  • Share

જેલવાસ ભોગવી હાલ જામીન પર હતા

ા ગોધરા ા

ગોધરા તાલુકાના અંબાલી ગ્રામ પંચાયતનાં સરપંચ વિરુદ્ધ અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ફ્રિયાદ નોધાતાં આ ગુનામાં કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવ્યો અને જામીન પર છુટયા છે. જે સરપંચને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ પદ ઉપરથી સસ્પેન્ડ કરાયા છે

અંબાલી ગ્રામ પંચાયતનાં સરપંચ જયેશભાઈ મહાસુખભાઈ પટેલ વિરુદ્ધ અનુસુચિત જતી અને અનુસુચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ ) અધિનિયમ સને ૧૯૮૯ ની કલમ ૩() મુજબ ફ્રિયાદ નોધાવા પામી હતી અને આ ગુન્હા બાબતે તા.૧૮//૨૦૨૦ થી જયેશભાઈ પટેલની ધરપકડ કરીને જેલમાં મોકલી આપતા જેલમાં કાચાકામના કેદી તરીકે રાખ્યા હતા અને તા.૨૭/૦૭/૨૦૨૦ નાં રોજ જમીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે અંબાલી ગ્રામ પંચાયત નાં સરપંચ વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૯() મુજબ કાર્યવાહી કરવા અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

 સરપંચ વિરુદ્ધ થયેલ ફેજદારી ગુનાને જોતા તાલુકા પંચાયત દ્વારા કારણ દર્શક નોટીસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો હતો અને સુનાવણી રાખવામાં આવી હતી. અમુક મુદત માં ગેરહાજર રહેલ હતા સરપંચ દ્વારા પોતાના બચાવ પક્ષે કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા માંગતા ન હોય સરપંચ ને ૧૦ દિવસ સુધી સબ જેલમાં રાખવામાં આવેલ છે .જેથી સરપંચ જયેશભાઈ મહાસુખભાઈ પટેલને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો