અકળાવનારી ગરમીના કારણે ભરૃચ જિલ્લાના લોકો ત્રાહિમામ્ - Sandesh
  • Home
  • Baroda
  • અકળાવનારી ગરમીના કારણે ભરૃચ જિલ્લાના લોકો ત્રાહિમામ્

અકળાવનારી ગરમીના કારણે ભરૃચ જિલ્લાના લોકો ત્રાહિમામ્

 | 2:04 am IST

। ભરૃચ ।

શ્રીજી મહોત્સવના દિવસો ચાલી રહ્યા છે તે દરમિયાન સપ્ટેમ્બર માસના આ દિવસોમાં પણ ભરૃચ જિલ્લામાં અકળાવનારી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા લગભગ એક સપ્તાહથી ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. વરસાદે વિરામ લીધા બાદ ગરમીનુ વાતાવરણ છવાઈ ગયુ છે જેના પગલે ભરૃચ જિલ્લાના લોકોના આરોગ્ય પર તેની અસર જણાય રહી છે. શરદી, ખાંસી, તાવ, અને કળતળ જેવા રોગોની ફરિયાદ ઉઠે છે. આવી પરિસ્થિતિમાં ત્રણ થી ચાર દિવસના સમય દરમિયાન વહેલી સવારે થોડીઘણી ઠંડીનો પણ ચમકારો જણાયો હતો. આમ ભરૃચ જિલ્લામાં ઋતુ અનિયમિત થઈ જતા વાતાવરણ સતત બદલાતુ રહે છે. હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર હાલ વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી તેમ છતાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શ્રીજી મહોત્સવ દરમિયાન એકાદ બે વાર વરસાદ વરસતો હોવાના ઉદાહરણો જણાયા છે તે જોતા આ વરસે પણ શ્રીજી મહોત્સવ દરિમયાન વરસાદ વરસે તેવી સંભાવના નકારી શકાતી નથી.

;