અકોટાની વિન્સ હોસ્પિટલમાં વેપારીનું મોત નીપજતાં પરિવારજનોનો હોબાળો - Sandesh
  • Home
  • Baroda
  • અકોટાની વિન્સ હોસ્પિટલમાં વેપારીનું મોત નીપજતાં પરિવારજનોનો હોબાળો

અકોટાની વિન્સ હોસ્પિટલમાં વેપારીનું મોત નીપજતાં પરિવારજનોનો હોબાળો

 | 3:38 am IST

 

ડોક્ટર્સની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ

પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડતાં પોલીસની એન્ટ્રી ઃ જીજીય્માં મૃતદેહનું પેનલ ઁસ્

 

ા વડોદરા ા

અકોટાની વિન્સ હોસ્પિટલમાં બે દિવસથી દાખલ ૪૭ વર્ષના વેપારીનું આજે મોત થયું હતું. ડોક્ટર્સની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો હતો. ગોત્રી પોલીસે ઔસયાજી હોસ્પિટલમાં મૃતદેહનું પેનલ પીએમ કરાવ્યું હતું.

છાણી ટીપી-૧૩ની દેવ કુટીર સોસાયટીમાં રહેતાં પ્રફુલ ગોપાલભાઈ પટેલ (ઉં.૪૭) સ્ટિલની ફેક્ટરીના સંચાલક હતાં. પ્રફુલભાઈને બે દિવસ અગાઉ ઘરે ચક્કર આવ્યાં હતાં. ત્યારબાદ તેમને રાતે લગભગ સાડા નવ વાગ્યે વિન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે સવારે લગભગ આઠ વાગે પ્રફુલભાઈના પત્ની હેમાબેન ફ્રેશ થવા માટે ઘરે ગયાં હતાં. દરમિયાન વિન્સ હોસ્પિટલમાં રૃમ નં.૧૦૮માં પ્રફુલભાઈ અચાનક બેભાન થઈ ગયાં હતાં. આ ઘટનાના લગભગ દોઢ કલાક બાદ ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. પ્રફુલભાઈનું અચાનક મોત થતા તેમના પરિવાર પર આભ તૂટી પડયું હતું. આ ઘટનાને પગલે મૃતકનો પરિવાર અને મિત્રો હોસ્પિટલ ખાતે એકત્ર થયાં હતાં. ડોક્ટરે યોગ્ય નિદાન ના કર્યુ અને સારવારમાં રાખેલી બેદરકારીથી પ્રફુલભાઈનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. મૃતકના પરિવારજનોએ એક તબક્કે મૃતદેહ સ્વિકારવાની ના પાડતાં પરિસ્થિતિ વણસી હતી. હોસ્પિટલ દ્વારા પોલીસ બોલાવી લેવાઈ હતી. ગોત્રી પોલીસે સ્થળ પર જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો.

સયાજીમાં ડોક્ટર્સની પેનલ દ્વારા પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. પીએમ બાદ મૃતકના ૧૮ વર્ષના પુત્ર યશે પિતાનો મૃતદેહ સ્વિકાર્યો હતો. ગોત્રી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

 

અમદાવાદ લઈ જવા રજા ન આપી મોતનું કારણ પણ ખબર નથી

ગઈ કાલે સવારે રજા લઈ સારવાર માટે દર્દીને અમદાવાદ લઈ જવાના હતાં. હોસ્પિટલે પ્રફુલભાઈને રજા ના આપી અને કેસ ફેઇલ કર્યો છે. ડોક્ટર્સે યોગ્ય સારવાર કરી નથી. હોસ્પિટલ વિરૃદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીશું. મોતનું કારણ પણ હોસ્પિટલને ખબર નથી. આવા ડોક્ટર્સને પ્રેટિક્સ કરવાની કોઈ જરૃર નથી.       – રાકેશ પટેલ, મૃતકના પિત્રરાઈ

મગજમાં લકવો થયો હોવાથી દર્દી રિફર થયા હતા

૧૨ કલાક બાદ ૈંઝ્રેંમાંથી વોર્ડમાં ખસેડાયાં હતાં. આજે સવારે દર્દી તેમના માતા-પત્ની સાથે વાત પણ કરતાં હતાં. મોતનું ચોક્કસ કારણ જાણવા અમે પીએમ કરાવવા માંગીયે છીએ. અમારા રિપોર્ટ મુજબ દર્દીની મોત થવાનું કોઈ કારણ નથી. મગજમાં લકવો થયો હોવાથી અહીં રિફર થયાં હતાં. મગજની નસ બ્લોક હતી, જે હમણા ખોલવાનો પ્રયત્ન કરાયો ન હતો. કોઈ બેદરકારી નથી, એકાએક મોત થયું હતું.

– ડો.રાકેશ શાહ, વિન્સ હોસ્પિટલ.

;