અક્ષયકુમારની 'રામ સેતુ' - Sandesh
1.6M
1M
1.7M
APPS

અક્ષયકુમારની ‘રામ સેતુ’

 | 3:00 am IST
  • Share

SITA – The Encarnationની જેમ અક્ષયકુમારની ફિલ્મ રામ સેતુ પણ રામાયણ પર આધારિત છે. થોડા દિવસ પહેલાં જ રામનગરી અયોધ્યામાં આ ફિલ્મની મુહૂર્ત પૂજા થઈ હતી. આ પ્રસંગે રામના દરબારમાં અક્ષયકુમાર, જેક્લીન ફર્નાન્ડિઝ, નુસરત ભરૂચા અને ફિલ્મના લેખક-નિર્માતા-નિર્દેશક અભિષેક શર્મા પણ ઉપસ્થિત રહ્યાં હતા. પૂજા પછી અહીં ફિલ્મ રામસેતુનો મુહૂર્ત શોટ પણ ફિલ્માવાયો હતો. ત્યારબાદ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં જ અક્ષયકુમારે આ ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું હતું, સચ યા કલ્પના – રામસેતુ. જોકે અક્ષયના આ કેપ્શનને લઈને વિવાદ થયો હતો. યૂઝર્સે લખ્યું હતું કે રામસેતુ કાલ્પનિક નથી. તેના પર દેશવિદેશમાં વૈજ્ઞાાનિક દૃષ્ટિકોણ સાથે સંશોધન થઈ ચૂક્યાં છે. એવામાં તેને કાલ્પનિક લખવો પણ ખોટું છે. જોકે હોબાળો થતા અક્ષયે બીજા પોસ્ટર દ્વારા તમામ વિવાદો પર પૂર્ણવિરામ મૂકી દેતા લખ્યું હતું કે, ‘શ્રીરામની પવિત્ર સ્મૃતિઓને યુગો સુધી ભારતની ચેતનામાં સુરક્ષિત રાખવા માટે એક એવો સેતુ બનાવીએ જે આવનારી પેઢીઓને રામ સાથે જોડીને રાખે. આ દિશામાં અમારો પણ એક નાનકડો સંકલ્પ છે – ‘રામસેતુ’ આ ફિલ્મ આવતા વર્ષે દિવાળીમાં રજૂ થાય તેવી શક્યતા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો