અક્ષય કુમાર 'જોલી ન્ન્મ્-૨' માટે રૂપિયા ૪૨ કરોડ લેશે - Sandesh
  • Home
  • Entertainment
  • અક્ષય કુમાર ‘જોલી ન્ન્મ્-૨’ માટે રૂપિયા ૪૨ કરોડ લેશે

અક્ષય કુમાર ‘જોલી ન્ન્મ્-૨’ માટે રૂપિયા ૪૨ કરોડ લેશે

 | 3:52 am IST

૨૦૧૩માં આવેલી ફિલ્મ જોલી એલએલબી દર્શકો સાથે સમીક્ષકોની પ્રશંસા મેળવવામાં સફળ રહી હતી. આ ફિલ્મ દેશની ન્યાયપ્રલાણી પર વ્યંગ કરવા મામલે બનાવાઈ હતી. હવે જોલી એલએલબી-૨આવી રહી છે અને આ વખતે અરશદ વારસીના સાથે અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં દેખાશે. વકીલની ભૂમિકામાં તેનું લુક સામે આવ્યું હતું. અક્ષય કુમારે પોતે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. લુક સાથે જ અક્ષયે જોલી એલએલબી-૨ની રિલીઝ ડેટનો પણ ખુલાસો કર્યો છે. આ ફિલ્મ આગામી વર્ષે ફેબ્રુઆરીમા રિલીઝ થશે. જોલી એલએલબી-૨માં અરશદ વારસી સાથે અમૃતા રાવ દેખાશે. આ વખતે અક્ષય કુમાર સાથે હુમા કુરેશી અભિનેત્રી તરીકે દેખાય તેવી શક્યતા છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યા બાદ સિક્વલ માટે મોટા સ્ટારને લેવા માટેની ચર્ચાઓએ પહેલા જ જોર પકડયું હતું. અક્ષય આ ફિલ્મ માટે ૪૨ કરોડ રૂપિયા લેશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન