અક્ષય કુમાર જોવા મળશે 'જોલી એલએલબી 2'માં, ક્લિક કરી જુઓ તેનો ફર્સ્ટ લુક - Sandesh
  • Home
  • Entertainment
  • અક્ષય કુમાર જોવા મળશે ‘જોલી એલએલબી 2’માં, ક્લિક કરી જુઓ તેનો ફર્સ્ટ લુક

અક્ષય કુમાર જોવા મળશે ‘જોલી એલએલબી 2’માં, ક્લિક કરી જુઓ તેનો ફર્સ્ટ લુક

 | 7:20 pm IST

અક્ષય કુમાર 2013ની લોકપ્રિય કોર્ટરુમ કોમેડી ફિલ્મ ‘જોલી એલએલબી’ની આવનારી સિક્વલમાં વકીલની ભૂમિકામાં નજર આવશે. અભિનેતાએ ટ્વિટર પર પોતાનો લુક જાહેર કર્યો છે.

તેઓએ ટ્વીટ કર્યું કે, “નવી ફિલ્મ માટે નવા લુક સાથે નવો દિવસ. ‘જોલી એલએલબી2’ આ છે! જજમેંટ ડે 10 ફેબ્રુઆરી, 2017!”. આ ટ્વિટમાં અક્ષય વકીલના કપડામાં જોવા મળે છે, જેમાં મુંછો સાથે તેના માથા પર એક લાલ તિલક જોવા મળે છે. આવનારી સિક્વલ કથિત રીતે લખનૌ અને વારણસીમાં શૂટ કરવામાં આવશે.

2013માં આવેલી ફિલ્મ ‘જોલી એલએલબી’ના નિર્દેશક સુભાષ કપૂર છે. આ એક સંધર્ષરત વકીલની વાર્તા છે. જે એક હીટ એન્ટ રન મામલામાં પીડિત લોકોને ન્યાય આપવા માટે લડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન