અગાઉના ર્ઝ્રં નિવૃત્ત થતાં જગ્યા ખાલી હતીસરકારી કામો પણ હાલ પૂરતાં અટવાઇ ગયા - Sandesh
  • Home
  • Baroda
  • અગાઉના ર્ઝ્રં નિવૃત્ત થતાં જગ્યા ખાલી હતીસરકારી કામો પણ હાલ પૂરતાં અટવાઇ ગયા

અગાઉના ર્ઝ્રં નિવૃત્ત થતાં જગ્યા ખાલી હતીસરકારી કામો પણ હાલ પૂરતાં અટવાઇ ગયા

 | 3:53 am IST

બારીયા પાલિકામાં ર્ઝ્રંની ખાલી જગ્યા ભરવા માગ

। પિપલોદ ।

દેવગઢ બારીયા નગરપાલિકાના ચીફ ઓફિસરની ખાલી પડેલી જગ્યા વહેલી તકે ભરવા નગરજનોની માગ.

પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારીયા નગરપાલિકાના ચીફ ઓફિસરની જગ્યા લગભગ છેલ્લા ૨૦ – ૨૫ દિવસથી ખાલી પડેલ છે. માત્ર થોડા સમય અગાઉ ચીફ ઓફિસર તરીકે બી.ડી. મકવાણાનાઓ પોતાના હોદ્દા પરથી નિવૃત્ત થયા હતા. જેમના નિવૃત્ત થયા પછી ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ હજુ સુધી કોઇને પણ સોંપવામાં આવેલ નથી. જેના કારણે નગરજનોને પાલિકામાં જરૃરી કાગળો કઢાવવામાં ચીફ ઓફિસરની સહી વગર હાલ મુશ્કેલી પડી રહી છે. જેના લીધે નગરપાલિકાના કેટલાક મધ્યમ વર્ગીય પરિવારોના સરકારી કામો પણ હાલ પુરતા અટવાઇ રહ્યા છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ તથા જગ્યા હાલમાં ખાલી પડેલ હોય પાલિકાના સ્ટાફને પણ કોઈ રોકટોક કરનારુ નથી. જેના કારણે પાલિકા તંત્રનો વહીવટ યોગ્યરીતે થતો હોય તેમ જણાતું નથી. પાલિકાની ઓફિસ પર જરૃરી કાગળો માટે આવતા નગરજનોને ધક્કા ખાઇને પાછા જવું પડતું હોય છે જેમને કોઇ સાચો પ્રત્યુત્તર પણ મળતો નથી. સ્ટાફ પોતાની મરજી પ્રમાણે વર્તન કરી અબુધ પ્રજાને ધક્કા ખવડાવી રહ્યા છે. જે નગરપાલિકાના પ્રમુખને પણ ખબર નથી કે અમારી પાલિકાની ઓફિસમાં સ્ટાફ દ્વારા નગરજનોને કામ અર્થે ધક્કા ખાવા પડે છે. કેમ કે ચીફ ઓફિસરની નિમણુંક નહીં થવાથી નગરપાલિકા પ્રમુખની પણ ઓફિસમાં હાજરી નહીવત હોય છે.

કહેવાતા જતા કેટલાક લોકોમાં એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે, નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરીથી બી.ડી. મકવાણા ચાર્જ હવાલો સંભાળવાના છે. ચીફ ઓફિસરની જગ્યા ભરાઇ તેવી માગ છે.

;