અજમેરમાં ખ્વાજા સાહેબના મજાર સુધીના રસ્તા છ લેન કરાશે - Sandesh
  • Home
  • India
  • અજમેરમાં ખ્વાજા સાહેબના મજાર સુધીના રસ્તા છ લેન કરાશે

અજમેરમાં ખ્વાજા સાહેબના મજાર સુધીના રસ્તા છ લેન કરાશે

 | 9:37 am IST

અજમેરમાં પ્રસિદ્ધ સુફી સંત ખ્વાજા મોઈનુદ્દી ચિશ્તીના મજારની ચારે બાજુની ગીચતા અને ટ્રાફિક જામની સમસ્યાનો ટૂંકમાં અંત આવી જશે. સરકારે રેલવે સ્ટેશનની મદાર ગેટ, નલા બજાર થઈ દરગાહના નિઝામ ગેટ તથા મહાવીર સર્કલથી નિઝામ ગેટ સુધીનો માર્ગ છ લેન કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે નગફણીથી દરગાહ સુધીના માર્ગને ફોર લેન કરાશે.  આટલું જ નહીં દરગાહની ચારે તરફે કોરિડોરનું નિર્માણ કરાશે. સ્થાનિક પાલિકાએ રૂ. 5.400 કરોડના ખર્ચના આ પ્રોજેક્ટનો રિપોર્ટ જિલ્લા કલેકટરને સુપરત કર્યો છે.

તત્કાલિન મુખ્ય સચિવ સી. એસ. રાજને પાંચ મહિના અગાઉ જિલ્લા સત્તાવાળાઓ, પાલિક તથા અજમેર ડેપલપમેન્ટ ઓથોરિટીની બેઠકમાં દરગાહ બજાર અને તેની આસપાસના માર્ગોને પહોળા કરવાની આવશ્યકતા વ્યક્ત કરી હતી.

તેમણે આ સાથે કલેકટર તથા પાલિકાને આ માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારપછી દરગાહના સંપર્ક માર્ગોને પહોળા કરવાનો પ્રસ્તાવ સુપરત કર્યો હતો. સ્ટેશનથી દરગાહ તથા મહાવીર સર્કલથી દરગાહ સુધીના માર્ગને પહોળો કરવા માટે રસ્તાની બંને બાજુની હોટલો, દુકાનો, મકાનો, રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસોનું સંપાદન કરાશે. આ તમામને બહુમાળી ઈમારત બનાવીને તેમાં જગ્યા ફાળવવામાં આવશે. સાત માળની ઈમારતમાં તેમને જગ્યા આપ્યા પછી બાકી જગ્યા માટે જાહેર હરાજી યોજવામાં  આવશે.

સુચિત વિસ્તાર     8.55 એકર

સુચિત વસતિ     8,700

પ્રતિવર્ષ મુલાકાતીઓ   38 લાખ

 

આ ઉપરાંત નીચે મુજબની સુવિધા પણ પૂરી પડાશે.

-આ વિસ્તારમાં પાણી પુરવઠા માટે નવી પાઈપ લાઈન નંખાશે તથા ટાંકિઓ પણ બનાવાશે.

-વિસ્તારમાં ગટર લાઈન નાખીને દરેક ઈમારતને તેની સાથે જોડાશે.

-વિસ્તારમાં ખુલ્લી નાળી બનાવવામાં આવશે, જેથી વરસાદના પાણીનો ભરાવ થાય નહીં.

-વિસ્તારમાં વીજળીના તાર તથા થાંભલા દૂર કરાશે અને અન્ડરગ્રાઉન્ટ લાઈનો પાથરવામાં આવશે.

-નવું ફાયર બ્રિગેડ મથક ખોલાશે.

લાભ

-રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પર્યટકોની સંખ્યામાં વધારો થશે

-આ વિસ્તારના વિકાસમાં કેન્દ્ર સરકારને રસ

-આવક વધારા માટે પર્યટનને પ્રોત્સાહન આપવું આવશ્યક

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન