અજાણ્યા આધેડનું ટ્રેન નીચે કપાઇ જતાં મોત - Sandesh
  • Home
  • Baroda
  • અજાણ્યા આધેડનું ટ્રેન નીચે કપાઇ જતાં મોત

અજાણ્યા આધેડનું ટ્રેન નીચે કપાઇ જતાં મોત

 | 2:03 am IST

ા દાહોદ ા

કોઇ અગમ્ય કારણોસર કોઇ અજાણ્યો ૪૦ થી ૪૫ વર્ષીય ઇસમ રાતના સમયે લીમખેડા તાલુકાના મંગલ મહુડી – ઉસરા રેલવે સ્ટેશન રેલવે ટ્રેકપર કોઇ ટ્રેનની અડફેટે આખી કપાઇ મર્યાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર કોઇ અજાણ્યો ઇસમ પરમ દિવસ તા. ૧૩-૯-૨૦૧૮ ના રોજ રાતના સવા નવ વાગ્યા પહેલાં ઉસરાથી મંગલમહુડી રેલવે સ્ટેશન વચ્ચે કિમી ૫૨૧/૩૩/૩૫ ની વચ્ચે રેલવે ટ્રેક પર કોઇ પણ ટ્રેનની અડફેટમાં આવી જતાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.આ સંબંધે ઘટના સ્થળે દોડી આવેલ ગુજરાત રેલવે પોલીસે મૃતકની લાશનો કબજો લઇ પંચો રૃબરૃ લાશનું પંચનામુ કરી પી. એમ. માટે લાશને દાહોદ સરકારી દવાખાને મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

;