અજાણ્યા નંબરથી ફોન આવતા જ વેપારીનું સીમકાર્ડ બંધ થઇ ગયું અને ખાતામાંથી 40 લાખ ઉપડી ગયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અજાણ્યા નંબરથી ફોન આવતા જ વેપારીનું સીમકાર્ડ બંધ થઇ ગયું અને ખાતામાંથી 40 લાખ ઉપડી ગયા

અજાણ્યા નંબરથી ફોન આવતા જ વેપારીનું સીમકાર્ડ બંધ થઇ ગયું અને ખાતામાંથી 40 લાખ ઉપડી ગયા

 | 1:26 am IST
  • Share

 નરોડા અને સીટીએમ વિસ્તારમાં રહેતા બે વેપારીઓ સાથે ૫૫ લાખની ઠગાઇ આચર્યાની બે અલગ-અલગ ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ છે. એક વેપારીને બેંકના અધિકાર તરીકેની ખોટી ઓળખ આપીને સેટલમેટના નામે ૧૫ લાખની તો બીજા વેપારીને અજાણ્યા શખ્સે ફોન કરીને કટ કરીે વેપારીની જાણ બહાર જ તેનું સીમકાર્ડ બંધ કરીને ૪૫ લાખની ઠગાઇ આચરી હતી. 

જો કે પોલીસે આરોપીઓને પકડી પાડયા છે. નરોડા વિસ્તારના સન સિટી બંગ્લોઝમાં રહેતા  અને સરકારી ડ્રેનેજ લાઇનનો કાન્ટ્રાક્ટ મેળવી કામ કરતા ૩૮ ર્વિષય કિશોર કેવડિયાને ફોન કરીને ઁડ્ઢહ્લઝ્ર લાઇફ ઇન્સોરન્સ કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી પોલીસીના સેટલમેલ મેન્ટમાં ભરેલા નાણાં પરત અપાવશે તેમ કહીને ઁડ્ઢહ્લઝ્ર કંપનીના ખોટા લેટર અને ચેકો આપીને વિશ્વાસઘાત કરીને રૃપિયા ૧૫ લાખની રમેશ ત્રિપાઠી અને વિક્રમ ચૌહાણ નામના બે ઠગોએ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. 

અન્ય એક બનાવમાં સીટીએમના પ્રેસ્ટીઝ બંગ્લોઝમાં ૩૫ ર્વિષય નિકુંજભાઇ રાજેન્દ્રભાઇ પંચાલ રહે છે.  રખિયાલના નાગરવેલ હનુમાન પાસે માલવ એસ્ટેટમાં  તેમના પિતાજી રાજેન્દ્રભાઇ પંચાલની રાજેન્દ્ર એન્જિનિયરિગ કંપની ચલાવે છે. રખિયાલની બેંક ઓફ બરોડામાં ખાતુ ધરાવે છે. તેમનો કોઇ અજાણ્યો શખ્સ જુદા-જુદા નંબરથી ફોન કરીને બેંકના ખાતામાં રજીસ્ટર્ડ ફોન નંબરનું સીમકાર્ડ તેમની જાણ બહાર બંધ કરાવી દીધું હતું.

રાજેન્દ્રભાઇ તેમજ તેમના ભાઇના  બેકના ખાતાનું મેનેજમેન્ટ નિકુંજભાઇ કરે છે. તેમને ૧૧ સપ્ટેમ્બરે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો.જે નિકુંજભાઇ રિસીવ કરતાંની સાથે જ ફોન બંધ થઇ ગયો હતો. ત્યારબાદ નિકુંજભાઇએ ૧૨ સપ્ટેમ્બરે ચાલુ કરાવ્યો હતો.અલગ-અલગ નવ મેસેજ નિકુંજભાઇના ફોન ઉપર આવ્યા હતા. જેમાં ૪૦ લાખ રૃપિયા કપાઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન