અણસ્તુ ચોકડીએ ૨૦ વર્ષથી મંજૂર રસ્તાનું સ્થળ બદલાતા ભારે વિરોધ - Sandesh
  • Home
  • Baroda
  • અણસ્તુ ચોકડીએ ૨૦ વર્ષથી મંજૂર રસ્તાનું સ્થળ બદલાતા ભારે વિરોધ

અણસ્તુ ચોકડીએ ૨૦ વર્ષથી મંજૂર રસ્તાનું સ્થળ બદલાતા ભારે વિરોધ

 | 3:20 am IST

 

૨૦ વર્ષથી મંજૂર થયેલા રસ્તા પર સફાઇ અભિયાન હાથ ધરાયું

પાલિકા દ્વારા રસ્તાનું સ્થળ બદલાતા અનેકને થતું નુકસાન

ા કરજણ ા

કરજણ- અણસ્તુ રોડ પર અણસ્તુ ચોકડી પાસે નેશનલ હાઇવે ૪૮ થી રેલવે બ્રિજ પછી અણસ્તુ ચોકડીથી ર્પાિથવ બંગલાની બાજુમા છેલ્લા ૨૦ વર્ષથી પાલિકામાં એક ડીપી રોડ મંજુર થયો છે. જે કરજણ- પાદરા રોડને જોડે છે. જે રોડનું સ્થળ બદલી નાખવામાં આવતા અમીનગર સોસાયટીના એક રહીશના મકાનને પણ નુકસાન થઇ રહ્યુ છે. તેમજ અન્ય પ્લોટોને પણ અને અન્ય ખેડૂતને પણ નુકસાન થાય છે. જેનો સ્થાનિક રહીશો અને ખેડૂતોએ સખત વિરોધ નોંધાવી હાલમાં ૨૦ વર્ષ પહેલા મંજુર થયેલા માર્ગ પર સફાઇ અભિયાન હાથ ધર્યું છે.

સાત વર્ષ અગાઉ ગેરકાયદેસર બનેલી ર્પાિથવ સોસાયટીને બચાવવા પાલિકાએ ફાઇલો અભરાઇ પર ચઢાવી દીધી હતી. ડીપી રોડ જે કરજણ નેશનલ હાઇવેથી રેલવે બ્રિજ પછી અણસ્તુ ચોકડીથી ર્પાિથવ સોસાયટીની બાજુમાંથી નીકળી કરજણ પાદરા રોડને જોડતો છેલ્લા વીસ વર્ષથી મંજુર થયો હતો. જેમાં રાજકીય વગનો ઉપયોગ કરી સ્થળ- સ્થિતિ બદલતા જે ચોકડી ઉપરથી આવતા રોડને વળાંક આપવો પડે જેથી અકસ્માતનો ભય અને રોડ પસાર થાય તેમાં અમીનગર સોસાયટી આવેલી છે. જેમાં પ્લોટોનું વેચાણ જે તે સમયે થઇ ગયુ હતું. જયાંના રહીશ નિલેશ ભટ્ટે મંજુરી લઇ મકાન પણ બનાવ્યું છે.આ રોડ ઉપર પ્લોટો માલિકીના છે. જેમાં જુના બજાર, રામજી મંદિરના નિભાવણી માટે પ્લોટ પણ રાખેલ છે અને અન્યના ખેતર પણ આવેલા છે. પરંતુ નવો રોડ જતા મકાન માલિકનો દાદર આખો તૂટે છે. પ્લોટો જતા રહે છે અને ખેતરોના પણ બે ભાગ પડી જાય છે. જેથી સોસાયટી અને ખેડૂતોનો ભયંકર વિરોધ છે. પાલિકા પોતાના સ્વાર્થ માટે બીજાને નુકસાન પહોંચાડે છે જે ખોટુ છે. જો જુનો મંજુર થયેલો રોડ યથાવત રાખવામાં નહીં આવે તો ના છૂટકે આવેદનપત્ર આપવા ચીમકી ઉચ્ચારાઇ છે.રામજી મંદિરના પ્રમુખ રણજીતસિંહ ચાવડાએ જણાવ્યું કે,નવો રોડ બનશે તો રામજી મંદિરનો અડધો પ્લોટ કપાય છે ઉપરાંત કૌશિક પટેલે જણાવ્યું કે, ખેડૂતોના ખેતરોના ભાગ પડતા ભયંકર નુકસાન થાય છે.

;