અત્યંત ભાગ્યશાળી હોય તેના જીવનમાં આવે આ ખાસ યોગ - Sandesh
  • Home
  • Astrology
  • અત્યંત ભાગ્યશાળી હોય તેના જીવનમાં આવે આ ખાસ યોગ

અત્યંત ભાગ્યશાળી હોય તેના જીવનમાં આવે આ ખાસ યોગ

 | 4:53 pm IST

સૂર્ય પોતાની કિરણોથી માત્ર પૃથ્વી પર જ પ્રકાશ અને જીવન નથી ફેલાવતો પરંતુ તે વ્યક્તિની જન્મ કુંડળીમાં જો શુભ સ્થાનમાં હોય તો વ્યક્તિત્વના જીવનમાં ચારચાંદ લગાવી દે છે. તો ચાલો જાણી લો કયા કયા છે આ યોગ કે જ્યારે ચમકી શકે છે તમારું ભાગ્ય.

સૂર્યના શુભ પ્રભાવથી પ્રભાવિત જાતક આત્મવિશ્વાસી અને સમાજમાં એક નવી દિશા આપનાર હોય છે. સૂર્ય અશુભ સ્થિતીમાં હોય તો તેવા જાતક નિરાશામાં ડૂબી અને હાડકા તેમજ અન્ય રોગોથી પીડિત રહે છે. જો કુંડળીમાં સૂર્ય અનુકૂળ ફળ ન આપતો હોય તો જાતક આ ઉપાયો કરી સૂર્ય કૃપા પ્રાપ્ત કરી શકે છે.

– જો પ્રથમ ભાવના સૂર્યથી જાતકને સમસ્યા હોય તો આવા વ્યક્તિએ સત્યનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. ઉપરાંત કમાણીનો એક નિયત ભાગ જરૂરીયાતમંદોને દાન કરવો.
– બીજા ભાવનો સૂર્ય પીડા આપતો હોય તો તે જાતકને ઝઘડાખોર બનાવે છે. આવા જાતકે બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત સમયાંતરે ધાર્મિક સ્થળે દાન કરવા જવું જોઈએ.
– ત્રીજા ભાવનો સૂર્ય કમાણીમાં વૃદ્ધિ કરાવે છે. પરંતુ અન્યાય સહન કરવો અને ચૂપ રહેવાની વાત જાતકના સૂર્યને નબળો કરે છે. તેથી ઘરમાં વડીલોના આર્શીવાદ લઈ પુણ્યશાળી બનવું જોઈએ.
– ચતુર્થ ભાવના સૂર્યને અનુકૂળ બનાવા માટે અંધજનોને ભોજન કરાવવું તેમજ ગળામાં ત્રાંબાનો સિક્કો ધારણ કરવાથી લાભ મળશે.
– પાંચમા ભાવનો સૂર્ય સંતાન માટે હાનિકારક હોય છે. આ સ્થિતીમાંથી બચવા માટે જાતકે લાલ મોંવાળા વાંદરાઓને ભોજન કરાવવું જોઈએ. તેમજ રોજ સૂર્યને જળ ચડાવવું.
– છઠ્ઠા ભાવના સૂર્ય માટે જાતકે રાત્રે સૂતી વખતે માથા પાસે પાણીનું ભરેલું પાત્ર રાખવું જોઈએ. તેમજ પોતાની સાથે હંમેશા એક ચાંદીની વસ્તુ જરૂરથી રાખવી.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન