અધેલાઈ નજીક ગમખ્વાર અકસ્માત, ૩ના મોત - Sandesh
  • Home
  • Bhavnagar
  • અધેલાઈ નજીક ગમખ્વાર અકસ્માત, ૩ના મોત

અધેલાઈ નજીક ગમખ્વાર અકસ્માત, ૩ના મોત

 | 12:07 am IST

(ફોટોા
ભાવનગર, તા.૧૯  

 ગુરૃર્પૂિણમાના પાવન દિવસે ભાવનગર-ધોલેરા હાઈવે રોડ રક્તરંજીત થયો હતો. પુરઝડપે દોડી રહેલા બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવાથી ૩ વ્યક્તિના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. જ્યારે ઘટનાની જાણ થતા વેળાવદર ભાલ પીએસઆઈ સહિતના કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને જરૃરી કાર્યવાહી કરી મૃતદેહોને પીએમ માટે નારી સીએચસીમાં ખસેડયા હતા. તેમજ ગોજારા અકસ્માતને કારણે હાઈવે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને કલાકોની જહેમત બાદ પૂર્વવત કરાયો હતો.  

 ગમખ્વાર ઘટનાની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ધોલેરા-ભાવનગર હાઈવે પર આવેલા વેળાવદર ભાલ તાબેના અધેલાઈ ગામ નજીક આજે મંગળવારે વહેલી સવારે ૭ કલાકના અરસામાં અધેલાઈ ગામથી થોડે દૂર ભાવનગર તરફ આવવાના રોડ પરથી પસાર થઈ રહેલ એક ટેલર ટ્રક સાથે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલો ટ્રક નં.જીજે.૧૧.ઝેડ.૮૦૦૩ના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માત એટલો ભયાનક હતો કે, બન્ને વાહનનો બૂકડો બોલી ગયો હતો અને એક ટ્રક-ટેલર રોડ પરથી નીચે ઉતરી જઈ ખાળિયામાં ખાબકી ગયું હતુ. જ્યારે ગોજારા અકસ્માતના બનાવમાં બન્ને વાહનમાં સવાર ટ્રક ડ્રાઈવર અને ક્લિનર સલીમ હાસમભાઈ (ઉ.વ.૩પ, રહે, કોડિનાર), માજુબશરીફ શેખ (ઉ.વ.ર૮) અને સોહિલઅહમદ ફઝલઅહમ (ઉ.વ.૩૦ રહે, બન્ને પ્રતાપગઢ, યુ.પી.) મળી ૩ વ્યક્તિને ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળ પર જ પ્રાણપંખીડા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે ભાવનગર-ધોલેરા હાઈવે પર વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી. જે ટ્રાફિકજામને સ્થળ પર દોડી ગયેલ વેળાવદર ભાલ પીએસઆઈ દવે, રાઈટર ધર્મદિપસિંહ, હે.કો.ડી.એન.કાઠિયા અને પો.કો.જયપાલસિંહ સહિતનાએ પૂર્વવત કરાવ્યો હતો. જ્યારે ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે નારી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. બનાવને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. ઘટના સંદર્ભે વસીમભાઈ નુરમંદભાઈ (રહે, કોડિનાર) ટ્રક નં.જીજે.૧.ઝેડના ચાલક વિરૃધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઈ આર.એન.દવેએ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન