અનંત ચતુર્દશીએ આટલું કરવાથી લાભ જ લાભ થશે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • અનંત ચતુર્દશીએ આટલું કરવાથી લાભ જ લાભ થશે

અનંત ચતુર્દશીએ આટલું કરવાથી લાભ જ લાભ થશે

 | 12:30 am IST
  • Share

અનંત ચતુર્દશી ભાદરવા સુદ ૧૪ ને રવિવાર, તારીખ ૧૯-૦૯-૨૦૨૧ના દિવસે આવે છે. આધુનિક ભૌતિક વિજ્ઞાાન માને છે કે કોઇ પણ ધાતુ ગરમી કે વિદ્યુત માટે સંપૂર્ણ સુવાહક નથી, તેમજ  કોઇ પણ ધાતુ સંપૂર્ણ અવાહક નથી. દરેક ધાતુના પોતાના આગવા ગુણધર્મ હોવાથી ઓછી કે વધુ માત્રામાં વાહકતાનો ગુણ ધરાવે છે. આ જ સિદ્ધાંત મુજબ કોઇ પણ તિથિ – દિવસ સંપૂર્ણ શુભ કે અશુભ નથી. મુહૂર્તશાસ્ત્ર્રમાં આ પાયાની વાત સમજવા જેવી છે.

રાશિચક્રમાં સૂર્ય અને ચંદ્રના ગતિભેદને કારણે બે અમાસ વચ્ચે ત્રીસ તિથિઓ થાય છે. તેમાં સુદ એકમથી પૂનમ સુધીની પંદર તિથિઓ શુક્લ પક્ષ (સુદ-અજવાળિયું) તરીકે ઓળખાય છે. જ્યારે પૂનમ પછી વદ એકમથી અમાસ વચ્ચેની પંદર તિથિઓ કૃષ્ણ પક્ષ (વદ-અંધારિયું) ગણાય છે. આપણે ત્યાં ત્રીસ તિથિના અધિપતિ દેવતાઓ છે. ચતુર્થી એટલે કે ચોથ તિથિના અધિપતિ દેવતા ગણેશ (ગણપતિ) છે. પંચાંગના શાસ્ત્ર્રાર્થ વિભાગમાં સુદ ચતુર્થી (અજવાળી ચોથ) વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે. વદ પક્ષની ચતુર્થી (કૃષ્ણ પક્ષ – અંધારિયાની ચોથ) સંકષ્ટ ચતુર્થી તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. સંકષ્ટ ચતુર્થીને સાદી ભાષામાં લોકો સંકટ ચોથ પણ કહે છે.

તિથિઓનું વર્ગીકરણ

આ ત્રીસ તિથિઓનું  પાંચ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

(૧) સુદ-વદની ૧-૬-૧૧ તિથિને નંદા તિથિ કહે છે.

(૨) સુદ-વદની ૨-૭-૧૨ તિથિ ભદ્રા તરીકે ઓળખાય છે.

(૩) સુદ-વદની ૩-૮-૧૩ તિથિને જયા તિથિ કહે છે.

(૪) સુદ-વદની ૪-૯-૧૪ તિથિને રિક્તા તિથિ કહે છે.

(૫) સુદ-વદની ૫-૧૦ તિથિ તેમજ પૂનમ- અમાસ પૂર્ણા તિથિ છે.

અનંત ચતુર્દશી ક્યારે આવે?   

ભાદરવા માસની સુદ ચૌદશને અનંત ચતુર્દશી કહે છે. આ વર્ષે અનંત ચતુર્દશી ભાદરવા સુદ ચૌદશને રવિવાર, તા. ૧૯-૦૯-૨૦૨૧ના દિવસે આવે છે. આ દિવસે અગિયાર દિવસના ગણેશ મહોત્સવનું સમાપન થાય છે. શાસ્ત્ર્રોક્ત રીતે અને વિવેકપૂર્ણ રીતે ગણેશ વિસર્જન કરવામાં આવે તો જીવનમાંથી થાક બેચેની દૂર થાય છે. નવી આશાનો સંચાર થાય છે.

સામાન્ય રીતે મોટા ભાગના શુભ મુહૂર્તોમાં ૪-૯-૧૪ ( ચોથ, નવમી, ચૌદશ તિથિ) એટલે કે રિક્તા તિથિ લેવાતી નથી. જોકે, વિવાહ લગ્નમાં શુભ મુહૂર્ત તરીકે સુદ વદ (બંને પક્ષ)ની ચોથ, નવમી અને સુદ ચૌદશ તિથિને લેવામાં આવે છે. ભારતીય પરંપરામાં ગણપતિ એટલે કે ગણેશને વિઘ્નહર્તા દેવ તરીકે ઓળખાવ્યા છે. ગણપતિ એટલે ગણ (લોકસમૂહ)નો સ્વામી. વિનાયક શબ્દ પણ તે અર્થમાં છે. સાચો લોકનાયક પોતાના આધિપત્ય હેઠળના લોકોના અવરોધ દૂર કરવા માટે હંમેશાં તત્પર હોય છે. ભાદરવા માસમાં અગિયાર દિવસના ગણેશ ઉત્સવનો આરંભ ચતુર્થી (ચોથ)  તિથિએ થાય છે. ગણેશ મહોત્સવનું સમાપન ચતુર્દશી (ચૌદશ) તિથિએ થાય છે. આમ આરંભ અને સમાપ્તિ બંને રિક્તા તિથિમાં થાય છે.

અનંત ચતુર્દશીએ શું કરવું?

આ દિવસે બારેય રાશિવાળા લોકોએ પોતાની રાશિના અધિપતિ ગ્રહના ૧૦૮ મંત્ર જાપ (એક માળા) કરવા જોઇએ.

જેની જન્મતિથિ સુદ ચૌદશ હોય તેઓએ પોતાના ઈષ્ટદેવની એક માળા વિશેષ કરવી.

સમી સાંજે સૂર્યાસ્ત પહેલાં પૂર્વ દિશામાં ચંદ્રોદય સમયે ચંદ્રના દર્શન કરીને ગણપતિનું સ્મરણ કરવું જોઇએ.

દિવસ દરમિયાન શક્ય હોય તો ગણપતિના દર્શન, સ્તુતિ, પ્રાર્થનાનું આયોજન કરવું.

આ દિવસે બારેય રાશિવાળા લોકોએ નીચે જણાવ્યા મુજબ એક માળા સવારે સૂર્યોદય સમયે તથા એક માળા સાંજે સૂર્યાસ્ત સમયે (ચંદ્રોદય સમયે) શ્રદ્ધાપૂર્વક કરવી. આર્િથક અવરોધ હળવા બને છે.

(૧) મેષ અને વૃિૃક ઃ  મંગળનો મંત્ર

(૨) વૃષભ અને તુલા ઃ શુક્રનો મંત્ર

(૩) મિથુન અને કન્યા ઃ બુધનો મંત્ર

(૪) કર્ક ઃ ચંદ્રનો મંત્ર

(૫) સિંહ ઃ સૂર્યનો મંત્ર

(૬) ધનુ અને મીન ઃ ગુરુનો મંત્ર

(૭) મકર અને કુંભ ઃ  શનિનો મંત્ર

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો