અન્નપૂર્ણા માતાના ૨૧ દિવસીય વ્રતનો પ્રારંભ - Sandesh
  • Home
  • Bhavnagar
  • અન્નપૂર્ણા માતાના ૨૧ દિવસીય વ્રતનો પ્રારંભ

અન્નપૂર્ણા માતાના ૨૧ દિવસીય વ્રતનો પ્રારંભ

 | 10:53 pm IST

ભાવનગર, તા.૫

ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં માગસર સુદ-૬ના રોજથી અન્નપૂર્ણા માતાજીના વ્રતની ઉજવણીનો પ્રારંભ થયો છે. ૨૧ સુધી ચાલનારા અન્નપૂર્ણા માતાજીના વ્રતના પ્રથમ દિવસે શહેરના વડવા દેવજી ભગતની ધર્મશાળા ખાતે આવેલ અન્નપૂર્ણા માતાજીના મંદિરે તેમજ અન્ય મંદિર-ઠાકરદ્વારાઓમાં જઈ બહેનો પૂજા કરી હતી.

ગોહિલવાડમાં અન્નપૂર્ણા માતાજીના ૨૧ દિવસીય વ્રતનો મહિમા છેલ્લા કેટલાક વર્ષોથી વધ્યો છે. મહિલાઓ દ્વારા ર૧ દિવસ સુધી અન્નપૂર્ણા માતાજીનું વ્રત ધારણ કરી પૂજન-અર્ચન અને ઉપાસના કરવામાં આવે છે. ત્યારે આજે તા.૫-૧૨ને સોમવારે ચંપાછઠના દિવસથી અન્નપ્રુર્ણા માતાજીના ર૧ દિવસીય વ્રતનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સવારે વ્રતધારી મહિલાઓએ અન્નપૂર્ણા માતાજીના મંદિર અને પોતાના વિસ્તારોમાં આવેલ ઠાકરદ્વારાઓમાં જઈ પૂજા કરી હતી. આ ૨૧ દિવસીય વ્રતની આગામી ૨૫મી ડિસેમ્બરના રોજ પૂર્ણાહૂતિ થશે. અન્નપૂર્ણા માતાજીના વ્રત દરમિયાન શહેરના વડવા દેવજી ભગતની ધર્મશાળા સ્થિત અન્નપૂર્ણા માતાજીના મંદિરે દરરોજ સત્સંગ સહિતના ર્ધાિમક કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન