અપનાવો આ 5 ટિપ્સ, જે તમારા ખરતા વાળને અટકાશે અને કરશે લાંબા+ઘાટ્ટા - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • અપનાવો આ 5 ટિપ્સ, જે તમારા ખરતા વાળને અટકાશે અને કરશે લાંબા+ઘાટ્ટા

અપનાવો આ 5 ટિપ્સ, જે તમારા ખરતા વાળને અટકાશે અને કરશે લાંબા+ઘાટ્ટા

 | 5:27 pm IST

વાળ ખરવા આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાના સમાધાન માટે તમારે કોઈ પાર્લરમાં જવાની જરૂર નથી. પરંતુ તમારા ઘરમાં જ રહેલી નેચરલ પ્રોડક્ટનો સહારો લઈને આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.

1. ગરમ તેલનો ઉપયોગ
કોઈપણ નેચરલ તેલનો ઉપયોગ જેમ કે નારિયેળનું તેલ, તલનું તેલ ગમે તે હોય, તેને સહેજ ગરમ કરો. હુંફાળા તેલથી ધીરે-ધીરે તમારા માથામાં મસાજ કરો. એક કલાક સુધી આ તેલને માથામાં રહેવા દો અને પછી શેમ્પૂથી હેરવોશ કરી લો.
 
2. મેડિટેશન કરો
આપ કદાચ વિશ્વાસ નહીં કરો પરંતુ ખરતા વાળનું મુખ્ય કારણ તણાવ અને ચિંતા હોય છે. ધ્યાન ધરવાથી તમે તણાવ ઓછો કરી શકો છો અને ધ્યાન તમારા હોર્મોનલ બેલેન્સને જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય છે.

3. માથાની મસાજ
રોજ સવારે કેટલીક મિનિટો માટે મસાજ કરવાથી વાળ ખરવાનું ઘટે છે અને વાળનો વિકાસ પણ થાય છે. આપ ચાહો તો તેને બહેતર બનાવવા માટે મસાજ દરમિયાન બદામ કે પછી તલના તેલનો ઉપયોગ પણ કરી શકો છો.
 
4. નેચરલ જ્યૂસનો પ્રયોગ
આપ ચાહો તો લસણ, ડુંગળી કે આદુનના રસને તમારા માથામાં લગાવી શકો છો. તેને લગાવી રાતભર માથામાં રહેવા દો અને સવારે વાળ ધોઈ લો.
 
5. એન્ટિ ઓક્સિડન્ટ
એક કપ પાણીમાં બે બેગ ગ્રીન ટી ભેળવી લો અને તેને તમારા માથામાં લગાવો. ત્યારબાદ એક કલાક માટે તેને એમ જ છોડી દો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. ગ્રીન ટીમાં એન્ટિ એક્સિડન્ટ્સ હોય છે જે વાળને મજબુતી પ્રદાન કરે છે અને તેમને ખરતા રોકે છે.
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન