અફઘાનિસ્તાનને 6.4 કરોડ ડોલરની આર્થિક મદદ કરવા અમેરિકાની જાહેરાત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • અફઘાનિસ્તાનને 6.4 કરોડ ડોલરની આર્થિક મદદ કરવા અમેરિકાની જાહેરાત

અફઘાનિસ્તાનને 6.4 કરોડ ડોલરની આર્થિક મદદ કરવા અમેરિકાની જાહેરાત

 | 2:00 am IST
  • Share

આફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અને વચગાળાની સરકારની રચના પછી અમેરિકાએ સોમવારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા નિર્ણય લીધો છે. અમેરિકા અફઘાનિસ્તાનની જનતાને અંદાજે ૬.૪ કરોડ ડોલરની આર્થિક મદદ કરવા જઇ રહ્યું છે. ટોલો હાઉસ મીડિયા ન્યૂઝે જણાવ્યા મુજબ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂતપદ સંભાળી રહેલા થોમ્પસન ગ્રીનફિલ્ડે આ આર્થિક સહાયતાને માનવીય સહાયતા કહી છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ગંભીર છે. તેવામાં અમેરિકાએ નવી માનવીય સહાયતાના રૃપમાં ૬.૪ કરોડ ડોલરની સહાય આપવા વચન આપ્યું છે. અમેરિકા જમીની હકીકતોની સમીક્ષા કર્યા પછી ભવિષ્યમાં વધુ મદદ માટે પણ વિચારશે.

અમેરિકા પહેલાં ચીન પણ અફઘાનિસ્તાનની સરકારને સહાય કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. ચીને અફઘાનિસ્તાનને ૨૦ કરોડ યુઆન (૩.૧ કરોડ ડોલર)ની આર્થિક મદદની જાહેરાત કરી હતી. તેમાં ફૂડ સપ્લાય અને કોરોના વાઇરસ વેક્સિનનો પણ સમાવેશ થાય છે. ચીને પણ કહ્યું હતું કે નવી વચગાળાની સરકારની રચના અફઘાનિસ્તાનમાં વ્યવસ્થા બહાલ કરવા માટે જરૃરી હતી. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને અફઘાનિસ્તાનના આર્થિક સંકટનો મુદ્દો ઉઠાવીને અપીલ કરી હતી કે અમેરિકા અને અન્ય દેશો પણ અફઘાનિસ્તાનના લોકોને મદદ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન