અફઘાનિસ્તાન-આયરલેન્ડ વચ્ચેની સિરીઝ ડ્રો - Sandesh
  • Home
  • Sports
  • અફઘાનિસ્તાન-આયરલેન્ડ વચ્ચેની સિરીઝ ડ્રો

અફઘાનિસ્તાન-આયરલેન્ડ વચ્ચેની સિરીઝ ડ્રો

 | 3:28 am IST

બેલફાસ્ટ, તા. ૨૦

આયરેલેન્ડે અફઘાનિસ્તાનને અંતિમ અને પાંચમી વન-ડે મેચમાં ૧૨ રને પરાજય આપી પાંચ મેચની સિરીઝમાં ૨-૨થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. બંને વચ્ચેની પ્રથમ વન-ડે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી જ્યારે બીજી વન-ડેમાં અફઘાનિસ્તાને જીત મેળવી હતી. ત્રીજી વન-ડેમાં આયરેલન્ડ જીતી હતી જ્યારે ચોથી વન-ડેમાં અફઘાનિસ્તાનનો વિજય થયો હતો. અતિમ વન-ડેમાં આયરલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં એડ જોયસના અણનમ ૧૬૦ રન અને વિલસનના ૫૮ રનની મદદથી પાંચ વિકેટ ગુમાવી ૨૬૫ રન બનાવ્યા હતા જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ ૫૦ ઓવરના અંતે નવ વિકેટ ગુમાવી ૨૫૩ રન બનાવી શકી હતી. અફઘાનિસ્તાન તરફથી નજિબુલ્લાહ ઝાદરાને સૌથી વધુ ૫૪ જ્યારે રશીદ ખાને ૪૦ રન બનાવ્યા હતા.  આયરલેન્ડ તરફથી કેવિન ઓ બ્રાયને ત્રણ વિકેટ ઝડપી હત.