અફઘાની પૂર્વ નાયબ પ્રમુખના ભવ્ય મહેલમાં તાલિબાનોના ધામા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • અફઘાની પૂર્વ નાયબ પ્રમુખના ભવ્ય મહેલમાં તાલિબાનોના ધામા

અફઘાની પૂર્વ નાયબ પ્રમુખના ભવ્ય મહેલમાં તાલિબાનોના ધામા

 | 5:33 am IST
  • Share

અફઘાનિસ્તાનના પૂર્વ સામ્યવાદી કમાન્ડર અને નાયબ પ્રમુખ જનરલ દોસ્તુમે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લેતાં ૬૭ વર્ષની ઉંમરે પહોંચેલા દોસ્તુમને પણ ઓગસ્ટ મહિનામાં  ઉઝબેકિસ્તાનમાં  પોતાના વતન પાછા ફરવાની ફરજ પડી હતી. કાબુલ નજીકના  શેરપુર ખાતે આવેલા તેમના ભવ્ય મહેલ જેવા નિવાસસ્થાન પર હાલમાં તાલિબાનનો કબજો છે. ઇન્ડોર સ્વિમિંગ પૂલ, બાગ બગીચા અને રાચરચીલાથી ઉભરાતા પેલેસમાં હવે તાલિબાનના ૧૫૦ લડાકુએ પોતાના જનરલ સાથે ધામા નાખ્યા છે. તાલિબાન લડાકુ તેમના ભવ્ય નિવાસ સ્થાનમાં રાચરચીલા સાથે સેલ્ફી લઇ રહ્યા છે. અફઘાનિસ્તાનના ગ્રામીણ વિસ્તારોની ખીણોમાં કે મેદાનોમાં જીવતા રહેલા તાલિબાનો આ મહેલના ઐશ્વર્યને માણી રહ્યા છે. જોકે તેમના તાલિબાની જનરલ કારી સલાહુદ્દીન અયુબી કહે છે કે  તાલિબાનો લક્ઝરી સુવિધા ધરાવતા નિવાસમાં લાંબો સમય નહીં રહે. ઇસ્લામ નથી ઇચ્છતો કે અમે આવી સુવિધાપુર્ણ જિંદગી જીવીએ.લક્ઝરી તો જીવન પુરું થયા પછી શરૃ થાય છે. મૃત્યુ પછીના જીવનમાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો