અફઘાન તૂટવાના આરે, તાલિબાનો દાનના પૈસે જીવન જીવવા મજબૂર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • અફઘાન તૂટવાના આરે, તાલિબાનો દાનના પૈસે જીવન જીવવા મજબૂર

અફઘાન તૂટવાના આરે, તાલિબાનો દાનના પૈસે જીવન જીવવા મજબૂર

 | 1:02 am IST
  • Share

તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. ગણતરીના દિવસોમાં અફઘાનિસ્તાન હવે તૂટવાના આરે આવીને ઊભું છે અને ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકાએ પહેલાથી જ અફઘાનિસ્તાનના બેંક ખાતા ફ્રીઝ કરી દીધાં છે જેના કારણે અફઘાનિસ્તાનમાં રોકડનું સંકટ સર્જાયું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટાભાગના તાલિબાન લડાકુને છેલ્લા કેટલાક મહિનાઓથી પૈસા આપવામાં આવ્યા નથી અને જે પ્રકારનો માહોલ બની રહ્યો છે તેનાથી અફઘાનિસ્તાનની સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણ બહાર જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.

હકીકતે તાલિબાનની સરકારને મોટા ભાગના દેશોએ માન્યતા આપવાથી ઇનકાર કરી દીધો છે. ચીને પણ ફક્ત તાલિબાનને આર્િથક મદદનું આશ્વાસન આપ્યું છે પરંતુ હજુ સુધી કોઇ પૈસા આપ્યા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો