The vast Indian Ocean connects 16 countries and millions of lives
  • Home
  • Supplements
  • Kids World
  • અફાટ હિંદ મહાસાગર 16 દેશ અને કરોડો જીવનને જોડે છે

અફાટ હિંદ મહાસાગર 16 દેશ અને કરોડો જીવનને જોડે છે

 | 1:00 am IST
  • Share

હિંદ મહાસાગર દુનિયાનો તૃતીય સૌથી વિશાળ મહાસાગર છે. જે સુંદર ટાપુઓમાંનો એક છે. હિંદ મહાસાગર 16 દેશોથી ઘેરાયેલો છે. જેનું ક્ષેત્રફળ આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા સુધી 6000થી વધુ માઈલ છે. તો ચાલો, આજેે આપણે એની વાત કરીએ 

માડાગાસ્કર : ભારતીય મહાસાગરમાં સૌથી મોટો ટાપુ માડાગાસ્કર બ્રિટનના આકારથી બમણો છે. આ ટાપુ ફ્ક્ત 20 પરિવારના માછીમાર સમુદાયનું ઘર હોવા છતાં વસાહતીઓ દ્વારા સૌથી મહત્ત્વપૂર્ણ વેપાર પ્રવૃત્તિમાંથી તે એક .છે અહીંના લોકો બહુ મૂળભૂત જીવન જીવે છે, જ્યાં શાળા નથી અને આરોગ્ય સંભાળ સુવિધાઓ પણ ઓછી છે અને જીવવા માટે માછીમારી પર આધાર રાખે છે. 

રસપ્રદ વાસ્તવિકતા : પશ્ચિમી માડાગાસ્કરના દરિયાકાંઠાના લોકોને વેઝસ તરીકે ઓળખવામાં આવે છે. મર્યાદિત વસતી સાથે તેઓ તેમની હયાતી માટે હિંદ મહાસાગર પર સંપૂર્ણ આધાર રાખે છે અને ઉત્તમ માછીમારીની તલાશમાં તેઓ સેંકડો માઈલોનો પ્રવાસ કરી શકે છે. 

સશેલ્સ : સશેલ્સ પૂર્વીય આફ્રિકા પાસે હિંદ મહાસાગરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા 115 ટાપુઓનું કલેક્શન છે. અમુક સુંદર બીચનું ઘર તેની વસતી 85000 છે, જે આફ્રિકાના કોઈ પણ દેશ કરતાં સૌથી ઓછી છે. આ દેશ તેના સૌંદર્યથી ઓળખાય છે. અહીં સક્રીય રીતે પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવે છે. 

રસપ્રદ વાસ્તવિકતા : માયેન ટાપુને સશેલ્સ સરકાર દ્વારા નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે અને દુનિયામાં સૌથી નાના નેશનલ પાર્કમાંથી એક માનવામાં આવે છે. 

ઝાંઝીબાર : ઝાંઝીબારનો ઉષ્ણકટિબંધીય ટાપુ આફ્રિકામાં તાન્ઝાનિયાના દરિયાકાંઠા પાસે આવેલો છે. આ ટાપુ હિંદ મહાસાગરમાં વાણિજ્યનો મુખ્ય સ્ત્રોત છે, કારણ કે તે ઈસ્ટ આફ્રિકાને દુનિયાના અન્ય ભાગ સાથે જોડે છે. દુનિયાભરના વેપારીઓ મસાલાઓ અને હાથીદાંત માટે ઝાંઝીબારમાં આવતા હતા. 

રસપ્રદ વાસ્તવિકતા :  આ ટાપુ તત્કાલીન ઝાંઝીબારના સુલતાન અને બ્રિટિશ વચ્ચે દુનિયામાં સૌથી ટૂંકા યુદ્ધમાંથી એકનો ઇતિહાસ ધરાવે છે, જે યુદ્ધ ફ્ક્ત 38 મિનિટ ચાલ્યું હતું. 

માલદીવ : માલદીવ આશરે 12000 ટાપુઓનો બનેલો છે અને સંપૂર્ણ કલેક્શન કોરલ આઈલેન્ડ્સનું બનેલું છે, જે દુનિયામાં સૌથી વ્યાપક રીફ્ સિસ્ટમ્સમાંથી એક છે. વૈશ્વિક સમુદ્રી પર્યાવરણના તે 1 ટકાથી પણ ઓછું હોવા છતાં ટાપુઓ આસપાસ કોરલ રીફ્સ સર્વ સમુદ્રી જાતિમાંથી ૨૫ ટકાથી વધુને ખાદ્ય પૂરું પાડે છે. 

રસપ્રદ વાસ્તવિકતા : માલદીવની અડધોઅડધ વસતી માછીમારી ઉદ્યોગમાં સંકળાયેલી છે. અહીંની એક સૌથી લોકપ્રિય ખારા પાણીની માછલી ટુના ફ્શિ છે, જે માલદીવના સમુદ્રમાંથી અન્ય દેશો માટે લઈ જવાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો