અભયારણ્યના ઈકો સેન્સીટીવ ઝોનમા માફિયારાજ ઃ ૧.૪૦ કરોડની ખનીજ ચોરી - Sandesh
 • Home
 • Jamnagar
 • અભયારણ્યના ઈકો સેન્સીટીવ ઝોનમા માફિયારાજ ઃ ૧.૪૦ કરોડની ખનીજ ચોરી

અભયારણ્યના ઈકો સેન્સીટીવ ઝોનમા માફિયારાજ ઃ ૧.૪૦ કરોડની ખનીજ ચોરી

 | 6:14 am IST

 • બરડા અભયારણ્યમાથી ૨૭,૮૪૯ મેટ્રીક ટન લાઈમ સ્ટોન ઝડપાયો : ખનીજચોરો વિષે તંત્ર અજાણ
  ભાણવડઃ ભાણવડ તાલુકાના ઢેબર ગામની સીમમાથી લાઈમ સ્ટોન ખનીજની ૧૪૦૩૫૮૯૬ની ખનીજ ચોરી ઝડપાતા વધું એક વખત બરડા અભયારણ્યમા ખનીજ માફિયાઓના રાજનો પર્દાફાશ થયો છે.
  ભાણવડ તાલુકાના વિસ્તારમાથી મોટા પ્રમાણમાં લાઈમ સ્ટોનની ખનીજની ચોરી ઝડપાઈ હોવાનું અનેકવાર બહાર આવ્યુ છે. અનેકો વખત મોટા પ્રમાણમાં ચોરી થઈ ગયા બાદ જ ચેકિંગ હાથ ધરવામાં આવે છે.
  લાઈમ સ્ટોનમાથી બનતા બેલા, ગજીયા દ્વારકા જિલ્લામાં તેમજ આજુ બાજુ પંથકમાં વેચાણ કરવામાં આવે છે. સમયાંતરે જાગેલુ ખનીજ ખાતુ અને નાયબ વન સંરક્ષક પોરબંદર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલુ હતુ. ઢેબર ગામના સર્વે નં. ૧૬૬ દ્વારકા બરડા વન્ય પ્રાણી અભયારણ્ય ઈકો સેન્સીટીવ ઝોનમાં આવેલ હોય તેમા અજાણ્યા શખસો દ્વારા ૨૭૮૪૯ મે. ટન લાઈમ સ્ટોનનું ખોદકામ કરી ગુજરાત ખનીજ ૨૦૦૫ના નીયમ ૧૩(૨) મુજબ અને ગુજરાત માઈનોર મીનરલ્સ કન્શેશન નીયમો ૨૦૧૦નો નીયમ ૬૮ મુજ ગુન્હો કર્યાની સામે આવતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યુ હતુ જે ખોદકામમાં ખાડામાથી ૦૧ ટ્રેકટર, ૦૬ ચકરડી અને ૦૧ જનરેટર પકડવામાં આવેલ હતા.
  પકડાયેલ માલમુદ્દો ભાણવડ પોલીસ સ્ટેશનમાં જમાં કરાવીને કુલ ૨૭૮૪૯ મે. ટન લાઈમ સ્ટોન ખનીજનું અને મુદ્દામાલ સાથે ૧૪૦૩૫૮૯૬/-ની ખનીજ ચોરીનું ગુન્હો નોંધી અજાણ્યા શખસો વિરુદ્ધ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી વન સંરક્ષક પોરબંદર વન વિભાગ તથા બરડા વન્ય પ્રાણી અભયારણ્ય ઈકો સેન્સીટીવ ઝોન મોનીટરીંગની ટીમ દ્વારા કરવામાં આવી હતી ચેકિંગ હાથ ધરતા ભૂમાફિયાઓમાં ફફળાટ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન