અભલોડ ગામેથી ટેમ્પામાં કતલખાને લઇ જવાતી ૧૫ ગાયોને બચાવાઇ - Sandesh
  • Home
  • Baroda
  • અભલોડ ગામેથી ટેમ્પામાં કતલખાને લઇ જવાતી ૧૫ ગાયોને બચાવાઇ

અભલોડ ગામેથી ટેમ્પામાં કતલખાને લઇ જવાતી ૧૫ ગાયોને બચાવાઇ

 | 3:03 am IST

દાહોદ ઃ ગરબાડા તાલુકાના અભલોડ ગામે રાયણ ક્રોસીંગ પાસે રોડ પરથી જેસાવાડા પોલીસે સવારના સમયે ટેમ્પામાં ભરી કતલખાને લઇ જવાતી ૧૫ જેટલી ગાયો સાથે ટેમ્પો પકડી પાડી રૃ. ૩,૨૪,૪૦૦નો મુદ્દામાલ સાથે તેના ચાલકની ધરપકડ કરી ૧૫ જેટલી ગાયોને નજીકની ગૌશાળામાં મોકલી આપી હોવાનું જાણવા મળેલ છે.

જેસાવાડા પીએસઆઇ પી. એમ. મકવાણા તથા તેમના સ્ટાફના માણસોએ અભલોડ ગામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ ટેમ્પો આવતાં જ પોલીસે રોક્યો હતો અને ટેમ્પાની તલાસી લેતાં તેમાં દોરડાથી મુશ્કેટાટ બાંધી રાખેલ ૧૫ જેટલી ગાયો પકડી હતી અને ટેમ્પાના ચાલક ગોધરાના સાતપુલ વેજલપુર રોડ, ડોકી સ્ટીબની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા તસલીમ મહંમદ તત્યા (બહેરા) ની ધરપકડ કરી રૃ. ૩,૨૪,૪૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.

;