અભિનેત્રી તમન્નાની 'બેક ટુ ધ રૂટ્સ; ભારતીય બન્યા ઓસ્ટ્રેલિયામાં જજ  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • અભિનેત્રી તમન્નાની ‘બેક ટુ ધ રૂટ્સ; ભારતીય બન્યા ઓસ્ટ્રેલિયામાં જજ 

અભિનેત્રી તમન્નાની ‘બેક ટુ ધ રૂટ્સ; ભારતીય બન્યા ઓસ્ટ્રેલિયામાં જજ 

 | 12:30 am IST
  • Share

સપ્તાહના અન્ય અગત્યના સમાચારો જોઈએ તો, અભિનેત્રી તમન્ના ભાટિયાએ તાજેતરમાં તેના પુસ્તક ‘બેક ટુ ધ રૃટ્સ’નું અનાવરણ કર્યું, જેમાં પ્રાચીન ભારતીય શૈલી અને વર્તમાન પ્રશ્નોના પ્રાચીનકાળમાંથી મળતા સમાધાનને સમજાવાયું છે. ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિક હેમંત ધનજીની ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ થઈ છે. તે ૧૯૯૦માં એક લો પ્રેક્ટિશનર તરીકે ભરતી થયા હતા. તેની પાસે ૩૦ વર્ષનો કાનૂની કામગીરીનો અનુભવ છે. વિતેલા સપ્તાહના અન્ય મહત્ત્વના ઘટનાક્રમને જોઈએ તો બીપીસીએલના ચેરમેન તરીકે અરુણસિંહે કાર્યભાર સંભાળ્યો છે. ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માટે પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને ટીમના મેન્ટર બનાવ્યા છે. ભારતના દંતકથાસમાન ગોલ્ફર જીવ મિલ્ખાને દુબઈએ પ્રતિષ્ઠિત ગોલ્ડન વિઝા આપ્યા છે. કેન્દ્રીય પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે ‘પ્રાણ’ પોર્ટલ લોન્ચ કર્યું.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો