અમદાવાદના અભેદ સુરક્ષા કવચ સમાન હતા... ઐતિહાસિક દરવાજા - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના અભેદ સુરક્ષા કવચ સમાન હતા… ઐતિહાસિક દરવાજા

અમદાવાદના અભેદ સુરક્ષા કવચ સમાન હતા… ઐતિહાસિક દરવાજા

 | 4:07 am IST
  • Share

દરેક દરવાજા બનાવવા પાછળ એક ખાસ કારણ હતું, જેમ કે દિલ્હી દરવાજા (જૂનું નામ-દિલી દરવાજા) આ રસ્તાથી દિલ્હી જવાતું હતું

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક દરવાજાઓની ‘એક ઝલક’

 

છ સદી જૂનું આ અમદાવાદ ઘણાં બધા નામોથી ઓળખાય છે. નવા પેઢીને શહેરના વિશે કદાચ વધુ માહિતી નહીં હોય પણ તે સમયના લેખકોએ અમદાવાદ વિશેે તેમજ તેના વિસ્તારો માટે ઘણું લખ્યંુ છે. વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી પૂર્ણ થઈ છે. ત્યારે નવી પેઢીને શહેરના ભવ્ય ઈતિહાસ વિશેની ઝલક આપવી જરૂરી છે. આજે અમદાવાદ શહેરના દરવાજાઓ વિષેની માહિતી જાણીશું. અમદાવાદની સ્થાપના 1411માં બાદશાહ અહમદશાહે કરી હતી. જેમણે સૌપ્રથમ ભદ્રનો કિલ્લો બંધાયો હતો. ભદ્રના કિલ્લાને મુખ્ય દરવાજા સિવાય બીજા આઠ દરવાજા હતા. જેમ જેમ શહેર વિકાસ પામતું ગયું તેમ તેમ બીજા કિલ્લા બંધાતા ગયા હતાં. જેથી શહેરમાં દરવાજાની સંખ્યા વધતી ગઈ હતી. જે બાદ 1486માં મહમદ બેગડા દ્ધારા કિલ્લાનો વિકાસ કરવામાં આવતાં બીજા દરવાજાઓ પણ બન્યા હતા. અંગ્રેજ હકૂમતની સ્થાપના થતાં જ શહેરમાં રેલવે આવી પહોંચી. રેલવેના આવાગમન માટે અંગ્રેજોએ કિલ્લાની દીવાલ તોડી પાડી અને જે બાદ બીજા બે દરવાજા અસ્તિત્વમાં આવ્યા. શહેરમાં 12 દરવાજા છે. તેમના નામ ખાસ કારણસર પાડવામાં આવ્યા હતાં. જેમકે, દિલ્હી દરવાજા (જૂનું નામ-દિલી દરવાજા). આ રસ્તાથી દિલ્હી જવાનું હતું. દરિયાપુર (દરીઆપુરો) દરવાજાનું નામ ત્યાં દરિયાપુર જિલ્લો હતો એટલે પડયું છે એટલે આ નામો પાડયા હશે તેમ માનવામાં આવે છે.. તે જ રીતે કાલુપુર(કાળુપર) જિલ્લો હતો એટલે કાલુપુર અને તેના પરથી દરવાજાનું નામ કાલુપુર દરવાજા. એ જ રીતે રાયપુર અને સારંગપુર દરવાજાનું નામ પડયું હતું. આસ્ટોડિયા (આષ્ટોડીયા) જમાલપુર, રાયખડ, શાહપુર, ખાનપુર જિલ્લા પરથી દરવાજાના નામ પડયાં છે. અહેમદશાહ બાદશાહે જે દિવસે શહેર વસાવ્યું તે દિવસે મુહૂર્તમાં એક દરવાજો બનાવ્યો હતો. તેનું નામ તે વખતે ગણેશબારીનો દરવાજો આપવામાં આવ્યું હતું. ખાનજાહાંનો દરવાજોએ તેમનું ઘર હતું. શહેરમાં બે કિલ્લા છે. એક ભદ્રનો કિલ્લો અને બીજો ગાયકવાડની હવેલીવાળો કિલ્લો છે. નગર ચારે બાજુથી કિલ્લામાં બંધ છે. ભદ્રના કિલ્લાના 6 દરવાજા છે અને ગાયકવાડ હવેલીના પાંચ દરવાજા છે.

કેટલાક દરવાજાઓ પર વેપાર ધંધા શરૂ કર્યા તો કયાંક પાર્િંકગ બન્યા. કેટલાક ઐતિહાસિક દરવાજા પર લોકોએ દબાણ કરી વેપાર ધંધા શરૂ કરી દીધા છે. તો ક્યાંક પાર્િંકગ બનાવી દેતાં આ દરવાજાની રોનક ઘવાઈ છે. દરિયાપુર સહિત જમાલપુર દરવાજા પર લોકોએ પાર્િંકગ બનાવી દીધાં છે. તેમજ પાંચકૂવા, સારંગપુર સહિત ત્રણ દરવાજા પર વેપાર ધંધા કરતાં લોકોએ કબ્જો કરી વેપાર કરી રહ્યાં છે. તંત્ર તેમજ પોલીસ તરફથી કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી ના હોવાની વાતો પણ શહેરીજનો કરી રહ્યાં છે. ઐતિહાસિક દરવાજાઓ પરના દબાણોના કારણે આ દરવાજાઓની અસ્મિતા ધવાઈ છે.

શું આપ જાણો છો, અમદાવાદ શહેરમાં કેટલા દરવાજા?

અમદાવાદ શહેરમાં લોકો માને છે કે જૂના સમયમાં બંધાયેલા કુલ 12 દરવાજા છે. જ્યારે કેટલાક ઈતિહાસકારોના મતે શહેરમાં કુલ 16 દરવાજા હોવાનુ માની રહ્યાં છે. પરંતુ કેટલાક ઈન્ડોલોજિસ્ટોના મતે કુલ 21 દરવાજા હતાં. જોકે તેમાંથી અડધા દરવાજા માત્ર ઈતિહાસના પાનાઓ પૂરતાં રહી ગયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો