અમદાવાદના પ્રખ્યાત વેપારીને હમર કાર વેચી, પછી દલાલોએ પધરાવી બીજાને - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના પ્રખ્યાત વેપારીને હમર કાર વેચી, પછી દલાલોએ પધરાવી બીજાને

અમદાવાદના પ્રખ્યાત વેપારીને હમર કાર વેચી, પછી દલાલોએ પધરાવી બીજાને

 | 3:12 pm IST

અમદાવાદના જાણીતા શરબત ઉત્પાદક અને વિક્રેતા મોટુમલ તનુમલ શરબતવાલાના માલિકે મુંબઇથી કાર દલાલોનો સંપર્ક કરી રૂ. 76 લાખમાં સેકન્ડ હેન્ડ હમર કાર ખરીદી હતી પણ આ કારને ગઠિયાએ બારોબાર વેચી દીધાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં થઇ છે. ઉસ્માનપુરા શાંતિનગરમાં રાજકુમાર કુકરેજા પરિવાર સાથે રહે છે. રાજકુમાર કુકરેજા મોટુમલ તનુમલ શરબતવાલાના નામે શરબતની બ્રાન્ડના માલિક છે. તેમને હમર કાર ખરીદવી હતી. તેથી તેઓ કાર દલાલોનો સંપર્ક કરતા હતા.

આ દરમિયાન તેમને કાર દલાલ મારફતે મુંબઇ વેસ્ટ હાઇવે નજીક રહેતા ઓકિલ રામશરણ મિશ્રા, અજય યાદવ અને દિલ્હીના કરોલ બાગ ખાતે રહેતા સંદિપ ચોપરા સાથે સંપર્ક થયો હતો. ત્રણે કાર દલાલોએ ભેગા મળી રાજકુમાર કુકરેજાને હમર કાર બતાવી હતી. તે પસંદ આવી ગઇ હતી અને તે કારનો સોદો રૂ. ૭૬ લાખમાં થયો હતો. રાજકુમારે દલાલો મારફતે 76 લાખ ચુકવી દીધા હતા અને કારની ડિલિવરી લઇ લીધી હતી. દરમ્યાનમાં ઓકિલ આવ્યો હતો અને કારને સર્વિસમાં લઇ જવાનું કહી મુંબઇ લઇ ગયો હતો. પરંતુ તે કાર લઇ પરત આવ્યો ન હતો. કુકરેજાએ તપાસ કરતા કાર મુંબઇમાં બીજા કોઇને બારેાબાર વેચી દીધી હોવાનું ખૂલ્યુ હતું.